કોરોના અને વેકસીન વચ્ચેની સ્પર્ધામાં મોટા ભાગના રાજયોમાં વેકસીનેશન ધીમુ

07 April 2021 02:50 PM
Gujarat India Top News
  • કોરોના અને વેકસીન વચ્ચેની સ્પર્ધામાં મોટા ભાગના રાજયોમાં વેકસીનેશન ધીમુ

ફકત ગુજરાત અને છત્તીસગઢ જ ટાર્ગેટના 20 ટકા લોકોને વેકસીન આપી શકયા છે

નવી દિલ્હી તા.7
દેશમાં કોરોના સંક્રમણ વધતુ જાય છે અને તેની સામે સરકાર વેકસીનેશન પણ વધારી રહી છે. આ બંને વચ્ચેની સ્પર્ધામાં કોણ જીતશે તે પ્રશ્નછત્તીસગઢ બે જ એવા રાજય છે કે જેણે અત્યાર સુધીમાં 4પથી વધુ વર્ષની વયના જે ટાર્ગેટ પીપલ છે તેમાંથી 20 ટકાથી વધુ લોકોને વેકસીન આપી છે. જયારે મોટા રાજયો તામિલનાડુ, બિહાર, પંજાબ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, આસામ અને આંધ્રપ્રદેશ હજુ વેકસીનેશનના 10 ટકા ટાર્ગેટને પણ પૂરા કરી શકતી નથી. સરકારે 45 વર્ષ કે તેથી વધુની વયના વ્યકિતઓને બે ડોઝ અપાઇ જાય તે માટે રાજયોને એપ્રિલ માસ સુધીનો સમય આપ્યો છે. પરંતુ અનેક રાજયો એવા છે કે જયાં પાંચ ટકા ટાર્ગેેટને પણ હાંસીલ કરી શકાય નથી. જેમાં બિહારમાં ફકત 1.4 ટકા લોકોને અત્યાર સુધી વેકસીન આપી શકાય છે અને કેરાળામાં 5.5 ટકા લોકોને વેકસીન આપી શકાય છે. દેશમાં છત્તીસગઢ, ગુજરાત, મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નવા પીક ભણી જઇ રહ્યા છે. પરંતુ તેમાં ફકત ગુજરાત અને છત્તીસગઢ જ વેકસીનેશનમાં આગળ છે. મહારાષ્ટ્રમાં ફકત 10.9 ટકા લોકોને વેકસીન આપી શકાય છે. જયારે પશ્ચિમ બંગાળને 10.8 ટકા લોકો રસી મેળવવામાં સદભાગી બન્યા છે. એકંદરે ભારતમાં ટાર્ગેટના 11 ટકા લોકોને વેકસીન આપી શકાય છે.


Related News

Loading...
Advertisement