‘કટ-કટ-કટ’ બોલીવુડની ફિલ્મોના શૂટીંગ ફરી ઠપ્પ થવા લાગ્યા

07 April 2021 02:46 PM
Entertainment
  • ‘કટ-કટ-કટ’ બોલીવુડની ફિલ્મોના શૂટીંગ ફરી ઠપ્પ થવા લાગ્યા

શેટ પર સંક્રમણ વધતાં પ્રોડયુસર ગીલ્ડ દ્વારા સભ્યોને શૂટીંગ શકય હોય ત્યાં સુધી બંધ રાખવા સલાહ : નિર્માણ ખર્ચ વધી જશે

મુંબઇ તા.7
દેશમાં કોરોનાની પ્રથમ લહેરને કારણે 2020માં લગભગ ઠપ્પ રહેલા ફિલ્મ ઉદ્યોગ માટે આ વર્ષના પ્રારંભમાં જે આશા સર્જાઇ હતી તેમાં ફરી એક વખત નવી લહેરે મોટો ફટકો માર્યો છે અને જાન્યુઆરીના અંતે નવી ફિલ્મની રીલીઝથી લઇને ફલોર પર જનારી ફિલ્મના શેડયુલ નિશ્ચિત થવા લાગ્યા હતાં અને અનેકના શૂટીંગ પણ શરૂ થઇ ગયા હતા ત્યાં જ ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા અને ફિલ્મ સીતારાઓ જ નહી નિર્માણ સાથે જોડાયેલા સેંકડો ટેકનીશ્યનો પણ કોરોના સંક્રમીત બનતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે ફરી એક વખત શૂટીંગમાં ‘કટ’ નો આદેશ આપવો પડયો છે.

મુંબઇમાં ફિલ્મ પ્રોડયુસર ગીલ્ડ દ્વારા તેના તમામ સભ્યોને કોરોના સામે સાવચેતી રાખીને શકય હોય તો હાલ શૂટીંગ ન કરવા સલાહ આપી છે. શેટ ઉપર દ્રશ્યોની આવશ્યકતા વગેરેના કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેવી શકયતા ઓછી રહે છે અને એક વ્યકિત જો સંક્રમીત હોય તો સમગ્ર શેટમાં તે હાજર રહેલા લોકોને સંક્રમીત કરી શકે છે. શૂટીંગમાં સોશ્યલ ડિસ્ટન્સનું પ્રોટોકોલ જળવાતુ નથી તે વાસ્તવિકતા છે. ખાસ કરીને ભીડવાળા દ્રશ્યોમાં માસ્ક પણ પહેરેલા લોકોને દર્શાવવુ શકય નથી અને તેના વગર શૂટીંગ થાય તો બેવડુ જોખમ ઉભુ થાય છે. વારંવાર શૂટીંગ કેન્સલ થવાથી ફિલ્મના નિર્માણનો ખર્ચો 20 ટકાથી વધુ વધી ગયો છે. આ સ્થિતિમાં પ્રોડયુસર ગીલ્ડ દ્વારા નિર્માતાઓને અને નિર્દેશકોને હાલ શૂટીંગમાં બ્રેક મારવા સૂચના આપવામાં આવી છે. એક દ્રશ્યના શૂટીંગ માટે શેટ પર ઓછામાં ઓછા 60 થી 70 લોકોની હાજરી જરૂરી હોય છે અને તેથી કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો વધારે છે.


Related News

Loading...
Advertisement