કન્ટેનમેન્ટ ઝોન કંઇ રોકેટ સાયન્સ નથી : રાજયોની નિષ્ફળતા પર હર્ષવર્ધન આકરા પાણીએ

07 April 2021 02:35 PM
Gujarat India
  • કન્ટેનમેન્ટ ઝોન કંઇ રોકેટ સાયન્સ નથી : રાજયોની નિષ્ફળતા પર હર્ષવર્ધન આકરા પાણીએ

ગુજરાત સહિતના રાજયો દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની નીતિ અસરકારક રીતે અમલમાં મૂકાતી ન હોવાથી ઠપકો આપ્યો

નવી દિલ્હી તા.7
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કોરોનાના વર્તમાન સંકમણ સામે કામ લેવામાં રાજય સરકારોની નિષ્ફળતા બદલ આકરી ટીકા કરી હતી અને ખાસ કરીને હાલમાં જે ક્ધટેનમેન્ટ ઝોનમાં જે ઢીલી નીતિ અપનાવાય છે તેની સામે પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે ગત વર્ષે આપણે આ જ ક્ધટેનમેન્ટ ઝોન પ્રક્રિયા લાગુ કરી કોરોના સામે સફળતાથી કામગીરી કરી હતી તો આ વર્ષે શા માટે મુશ્કેલી પડે છે તે મને ખ્યાલ આવતો નથી. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે ક્ધટેનમેન્ટ ઝોન બનાવવાનું કોઇ રોકેટ સાયન્સ નથી કે તે આટલુ બધુ અઘરૂ લાગે. રાજયના આરોગ્ય મંત્રી સાથેની એક બેઠકમાં ગુજરાત સહિતના રાજયોના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આ શબ્દોથી ચેતવણી આપી હતી અને કહ્યું કે જે રાજયોમાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસ વધે છે અને મૃત્યુ દર પણ વધવા લાગ્યો છે ત્યાં ક્ધટેનમેન્ટ ઝોનને સફળતાથી લાગુ કરવો તે વધુ જરૂરી છે. દેશમાં વેકસીનની અછત નથી. રાજયોને તેની આવશ્યકતા મુજબ વેકસીન પહોંચાડવામાં આવે છે. હર્ષવર્ધને રાજયોને ઢીલી નીતિ છોડવાની અપીલ કરી હતી અને કહ્યું કે જો આ જ પ્રકારે ચાલશે તો આપણે કોરોનાને કાબુમાં નહી લઇ શકીએ.


Related News

Loading...
Advertisement