દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

07 April 2021 02:31 PM
Jamnagar
  • દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર
  • દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

ચોમાસુ બેસે તે પહેલા જળસંચયનો વ્યા પ વધારવા રાજય સરકારનું આયોજન છે. આ આયોજનનો દેવભૂમિ દ્વારકા જિલ્લાઇમાં પણ અમલ થઇ રહયો છે. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામેથી જિલ્લાનિા કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીના દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ વર્ષે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન(ચોથો તબકકો) 1 એપ્રીલ થી 31 મે 2021 સુધી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામમાં જુદા જુદા વિભાગો જેવા જળસંપતિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વન વિભાગ, ડી.આર.ડી.એ. વિભાગ દ્વારા જિલ્લા માં જળ સંચયના કુલ 220 કામો રૂ. 6.63 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ યોજનાનો હંજરાપર ગામેથી પ્રારંભ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લાતના જિલ્લાત વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, મામતદાર કે.જી. લુકકા, કાર્યપાલક ઇજનેર મકવાણા, એન્જીીનીયર જયદીપ પટેલ, પી.એસ.જાડેજા, હંજરાપરના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિરત રહયા હતા.


Loading...
Advertisement