રાજકોટ-જામનગર સહિત પાંચ શહેરોની કોર્ટોમાં 17મી એપ્રિલ સુધી ફીઝીકલ કાર્યવાહી બંધ

07 April 2021 12:59 PM
Rajkot Gujarat
  • રાજકોટ-જામનગર સહિત પાંચ શહેરોની કોર્ટોમાં 17મી એપ્રિલ સુધી ફીઝીકલ કાર્યવાહી બંધ

હાઈકોર્ટનો પરિપત્ર: સમાધાનના કેસો લઈ શકાશે: અન્ય જીલ્લાઓમાં કામગીરીનો સમય ઘટાડવાની સૂચના

અમદાવાદ તા.7
રાજકોટ સહિત ગુજરાતના મોટાભાગના શહેર-જીલ્લાઓમાં કોરોના સંક્રમણ બેફામ બન્યુ છે ત્યારે રાજકોટ સહિત પાંચ શહેરોમાં ફરી ફીઝીકલ કોર્ટ કાર્યવાહી દસ દિવસ માટે સ્થગીત કરી દેવામાં આવી છે. તાત્કાલીક અસરથી નિર્ણય લાગુ પાડવામાં આવ્યો છે.


ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈ મોડી સાંજે પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત કોરોના કેસોમાં વધારાને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તથા જામનગર એમ પાંચ શહેરામાં તમામ નીચલી અદાલતો તથા ટ્રીબ્યુનલોમાં ફીઝીકલ કાર્યવાહી 7થી17 એપ્રિલ સુધી બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યુ છે. ન્યુનતમ સ્ટાફની હાજરીમાં માત્ર ઓનલાઈન કોર્ટ કાર્યવાહી કરવાની રહેશે.


પરિપત્રમાં એમ જણાવાયું છે કે સાથીના નિવેદન, દલીલ વગેરે તમામ કાર્યવાહી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફત કરી શકશે. જો કે, સમાધાન કે ચાલુ કેસ નિર્ધારિત હોય તો ફીઝીકલ રીતે હાથ પર લઈ શકાશે. પરિપત્રમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વકીલ કે સંબંધીત પક્ષકાર આરોપી અથવા સાથીની ગેરહાજરી ગણીને અદાલત કોઈ કેસમાં એક તરફી ચૂકાદો આપી નહીં શકશે.


કોર્ટ કેન્ટીનમાં માત્ર ટેક અવે તથા પાર્સલની જ છૂટ્ટ રહેશે. અદાલતોમાં તમામ સાવચેતી/સુરક્ષા નિયમોનું પાલન કરવાનું રહેશે. પાંચ શહેરો સિવાય અન્ય જીલ્લાઓની અદાલતોમાં ફીઝીકલ કાર્યવાહીની છૂટ્ટ રહેશે છતાં તેના કામકાજના કલાકો ઘટાડવામાં આવ્યા છે. પ્રથમ અને બીજા સત્રમાં માત્ર બે-બે કલાકની જ કામગીરી કરવાની રહેશે અને 50 ટકા સ્ટાફની જ હાજરી રાખવાની રહેશે. જો કે, સમય સંબંધી નિર્ણય પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને આધીન રહેશે. હાઈકોર્ટ દ્વારા 15મીએ સ્થિતિની ફેરસમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવાશે.


Related News

Loading...
Advertisement