થાનના યુવાને કાર આપવાની ના કહેતા બે યુવાનને માર મારી લાખો રૂપિયા લૂંટી લીધા!

07 April 2021 12:54 PM
Surendaranagar Crime Saurashtra
  • થાનના યુવાને કાર આપવાની ના કહેતા બે 
યુવાનને માર મારી લાખો રૂપિયા લૂંટી લીધા!

ચાર શખ્સોએ મોરથળા ગામે બોલાવી રસ્તામાં આંતરી પાઇપ, ધોકા મારી કાર, મોબાઇલ અને રોકડા મળી રૂ.3.17 લાખની લૂંટ ચલાવી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
થાનના બે યુવાનને પોતાના મિત્રને કાર આપવાની ના કહેતા રોષે ભરાયા બાદ મોરથળા ગામે બોલાવી બે યુવાન પર ચાર શખ્સોએ પાઇપ અને ધોકાથી હુમલો કરી કાર, મોબાઇલ અને રોકડા મળી રૂા.3.17 લાખની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનના ઝાલાવાડ પોટરી પાસે મફતીયાપરામાં રહેતા હિતેશ ઉર્ફે હરેશ ધનજી ગોરીયા અને તેના મિત્ર રવિ દેત્રોજાને મોરથળા ગામના કાર્તિક ઉર્ફે દેવકરણ સબુર સાટીયા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ પાઇપ અને લાકડીઓથી માર મારી કાર, મોબાઇલ અને રોકડ મળી રૂા.3.17 લાખની મત્તાની લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.


હિતેશ ઉર્ફે હરેશ ધનજી ગોરીયાએ જી.જે.3એચએ. 5123 નંબર સ્વીફટ કાર ખરીદ કરી ત્યારે દોઢેક વર્ષ પહેલા મોરથળાના કાર્તિક દેવકરણ સબુર સાટીયાએ કાર બહાર ગામ લઇ જવા માગી હતી તેને કાર આપી ન હોવાથી સારૂ ન લાગતા માર મારી કારની લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.


હિતેશ ઉર્ફે હરેશ ગોરીયાને ફોન કરી મોરથરીયા ગામે સિતારામ મઢુલી પાસે બોલાવતા પોતાના મિત્ર રવિ દેત્રોજા સાથે મોરથરીયા ગામે કાર લઇને જતા હતા ત્યારે કાછીયાગાળા નજીક બાઇક પર આવેલા અને હાથમાં કડા પહેરેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પાઇપ અને લાકડીથી માર મારતા કાર્તિક સાટીયાને ફોન કરી પોતાના પર હુમલો થયાનું જણાવતા તેને થાન રોડ પર મેલડી માતાજીના મંદિરના બોર્ડ પાસે આવી જવાનું જણાવતા હિતેશ ઉર્ફે હરેશ ગોરીયા અને રવિ દેત્રોજા કાર લઇને મેલડી માતાજીના બોર્ડ પાસે પહોચ્યા હતા.ત્યારે ત્યાં કાર્તિક સાટીયા મળ્યો હતો ત્યાથી કાર કાર્તિક સાટીયાએ ચલાવી લીધી હતી અને થોડે દુર જઇને કાર ઉભી રાખી ત્યારે રસ્તામાં હુમલો કર્યો હતો તે ત્રણેય શખ્સો ત્યાં ફરી આવી હતા ત્યારે કાર્તિક સાટીયાએ પોતે જ હુમલો કરાવ્યાનું કહી કાર આપવાની ના કહી હતી એટલે તારી કાર લઇ જવી છે કહી લૂંટ ચલાવી ચારેય શખ્સો ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement