મૂળી તાલુકાના સરા પ્રા.આ. કેન્દ્રમા કોરોના રિપોર્ટ કરાવવા આવતા દર્દીઓને ધરમ ધકકો : માત્ર 6 કિટ આવતા રોષ

07 April 2021 12:51 PM
Surendaranagar
  • મૂળી તાલુકાના સરા પ્રા.આ. કેન્દ્રમા કોરોના રિપોર્ટ કરાવવા 
આવતા દર્દીઓને ધરમ ધકકો : માત્ર 6 કિટ આવતા રોષ
  • મૂળી તાલુકાના સરા પ્રા.આ. કેન્દ્રમા કોરોના રિપોર્ટ કરાવવા 
આવતા દર્દીઓને ધરમ ધકકો : માત્ર 6 કિટ આવતા રોષ

કોરોના વકર્યો છે ત્યારે જ કેન્દ્રમાં રેપીડ ટેસ્ટ કિટ ખતમ થતા તા.પં ના મહિલા સદસ્યે રજૂઆત કરી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
મૂળી તાલુકાના સરા ગામે આવેલ પ્રા.આ કેન્દ્રમાં સરા સહિત 13 ગામો અને ખેતમજુરીયાઓ સરકારી દવાખાના માબિમારી સમયે સારવાર અર્થે આવતા હોય છે અઠવાડિયાથી પ્રા. આ. કેન્દ્રમા મેડિકલ ઓફિસરની નિમણુક જ નથી હાલ કોરોનાએ મચાવેલા આતંક અને વાયરલ ઇન્ફેકશનના વધતા જતા કેસ ના કારણે દર્દીઓ કોરોના ટેસ્ટ માટે સરકારી દવાખાને આવતા હોય છે પરંતુ કોરોના ટેસ્ટ કરાવવા રેપીડ કિટ નહિ હોવાથી દર્દી ઓને ધરમધકો કરવો પડી રહયો છે ગામ બહાર ગામથી વાહન લઇ આવતા દર્દીઓને વિલા મોઢે પરત ફરવુ પડી રહયુ છે તબીબ વિનાના સરકારી દવાખાને સ્ટાફ પણ વેલા મોડા આવતા હોવાનુ આધારભુત વર્તુળમાંથી જાણવા મળેલ છે તા.6 એપ્રિલના રોજ રેપીડ કિટ ખલાસ થતા દર્દીઓ અકળા ઇ ઉઠયા હતા જેની જાણ મૂળી તા.પં ના મહિલા સદસ્ય કિરણબેન વરમોરા ને થતા તેમના પતિ અરવિંદ ભાઇ તેમજ ગ્રા.પં. ના સદસ્ય કાળુભાઇ કોરવાડીયા સરકારી દવાખાને દોડી ગયેલ હતા દર્દીઓની પુછપરછ કરી સ્ટાફ સાથે વાતચીત કર તા આજે માત્ર 6 રેપિડ કીટ આવેલ હતી રેપીડકિટ નહિ હોવા થી ટેસ્ટ કરી શકાશે નહિ આ બાબતને ગંભીરતાથી લઇ સરા પ્રા.આ કેન્દ્રમાં તબીબ ની નિમણુક અને રેપીડ ટેસ્ટ કિટ ની વધુ માંગ કરવામા આવશે તેવુ આશ્ર્વસન આપેલ હતુ એક તરફ કોરોના કેસો વધતા જાય છે વાયરલ ઇન્ફેશન ના કેસ ધરે ધરે છે ત્યારે કોરોના ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓને ધરમ ધકો થતા દર્દીઓના સગા સંબધી પણ રોષે ભરાયા હતા સરાસહિત આજુબાજુના ગામોના લોકો સરા પ્રા. આ કેન્દ્ર મા સારવાર અર્થે આવતા હોય છે પરંતુ ખાટલે મોટી ખોટ સરકારી દવાખા ને મેડિકલ ઓફિસર જ નહોય ન છુટકે પ્રાઇવેટ દવાખાને જવુ પડે છે જયા બેફામ ફી આપવા મજબુર થવુ પડે છે હાલ સમ ગ્ર રાજય મા કોરોના વાઇરસ કહેર મચાવી રહયો છે ત્યારે સરા પ્રા. આ કેન્દ્ર મા તાકિદે મેડિકલ ઓફિસર ની નિમણુક તેમજ કોરોના ટેસ્ટની રેપિડ કિટની વધુ ફાળવણી આરોગ્ય તંત્ર દ્વારા કરવામા આવે તેવી લોકમાંગ પ્રવર્તી રહી છે.


Loading...
Advertisement