મોરબીના જસમતગઢ પાસેના કારખાનામાં ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત

07 April 2021 12:44 PM
Morbi Crime
  • મોરબીના જસમતગઢ પાસેના કારખાનામાં 
ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત


(જિગ્નેશ ભટ્ટ) મોરબી તા.7
મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ ટાઇલ્સના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પશ્ચિમ બંગાળના મજૂરે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જસમતગઢ ગામની સીમમાં એન્ટોનોવા ટાઇલ્સનું કારખાનું આવેલ છે જેના માલિક ચિરાગભાઈ રમેશભાઈ ડઢાણીયા (ઉંમર 27) રહે ખરેડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા યુવાને આપઘાત કર્યો છે જેથી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લેબર કોર્ટની અંદર રહેતા દેવપ્રસાદ ગયાપ્રસાદે દેય (ઉંમર વર્ષ 31) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગેની મોરબી તાલુકા પોલીસે કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement