આજથી મોડી સાંજ પછી સીધી સવાર! રાત્રે 8 થી સવારે 6નો કફર્યુ શરૂ

07 April 2021 12:15 PM
Morbi Gujarat Saurashtra
  • આજથી મોડી સાંજ પછી સીધી સવાર! રાત્રે 8 થી સવારે 6નો કફર્યુ શરૂ

મોરબીમાં કલેકટર-એસપીના નવા આદેશ: સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં પણ કફર્યુનો કડક અમલ થશે : ભૂજ-ગાંધીધામ પણ સાંજથી ‘લોક’ થવા લાગશે

રાજકોટ તા.7
કોરોનાથી ખૂબ સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનની જરૂર હોવાના મત વચ્ચે રાજય સરકારે 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધીનો કર્ફયુ મૂકી દીધો છે. જેના પગલે હવે રાજકોટ, જામનગર, જૂનાગઢ, જામનગર, એમ સૌરાષ્ટ્રના ચારે કોર્પોરેશન વિસ્તાર મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભૂજ અને ગાંધીધામ શહેરમાં આજે રાત્રીના 8 વાગ્યાથી સોંપો પડી જશે.


આ શહેરોમાં કોરોના સંક્રમણ કાબુ બહાર થઇ ગયાની સ્થિતિ છે. રાજકોટમાં તો હાલ રાત્રે 9 થી સવારે 6નો કર્ફયુ ચાલુ જ છે. જો હવે રાત્રે 8 વાગ્યાથી શરૂ થઇ જશે. એટલે કે મહાનગરમાં રાત્રે 8 વાગ્યે સોંપો પડતા પૂર્વે 7 વાગ્યાથી બજારો ખાલી થવા લાગશે એ હકિકત છે.કચ્છના ભૂજ અને ગાંધીધામમાં પણ આ જ રીતે પ્રથમ વખત કર્ફયુનો અમલ થઇ રહ્યો છે. અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પણ પ્રથમ વખત કર્ફયુનો સામનો કરવાના છે.


મોરબી
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે તો પણ લોકો બેફાકર હોય તેવો ઘાટ જોવા મલાઈ રહ્યો હતો ત્યારે મોરબી જીલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ મોરબી શહેરમાં હોવાથી તેની ગંભીરતાને ધ્યાને લઈને સરકાર દ્વારા આજ રાતથી મોરબી શહેરમાં રાતના 8 થી સવારના 6 સુધીનો કરફ્યુ અમલમાં મૂક્યો છે જેથી કરીને આજ રાતથી કરફ્યુની અમલવારી કરવા માટે પોલીસ વિભાગ પણ સજજ થઈ ગયો છે. રાતના 8 વાગ્યે મોરબીમાં હવેથી પહેલાની જેમ જ સોપો પડી જશે.


મોરબી જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે અગાઉ જે ટાર્ગેટ આપવામાં આવેલ હતો તે છેલ્લા થોડા દિવસોથી બમણો કરી દેવામાં આવેલ છે જેથી કરીને કોરોનાના સરકારી ચોપડે દરરોજના સરેરાસ 30 થી વધુ કેસ આવી રહ્યા છે જો કે હકકિતમાં તેના કરતાં અનેક ગણા વધુ કેસ મોરબી જીલ્લામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાનું મુખ્ય સેન્ટર મોરબી શહેર હોવાથી જિલ્લાના લોકો ત્યાં ખરીદી માટે આવતા હોય છે જેથી કરીને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આજ રાતથી સરકારે મોરબી શહેરમાં રાતના 8 થી સવારના 6 સુધીનો કરફ્યુ અમલમાં મૂક્યો છે જેથી આજ રાતથી કરફ્યુની અમલવારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.


અત્રે ઉલેખનીય છે કે, સરકારી કચેરી અત્યાર સુધી બીજા અને ચોથા શનિવારે બંધ રહેતી હતી જો કે, એપ્રિલ મહિનાના દર શનિવારે બંધ રહેશે અને એપીએમસીમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે અગાઉની એસઓપીનો અમલ કરાશે. લોકોને માસ્ક પહેરવાના કાયદાનો કડક પોલીસે ચુસ્તપણે અમલ કરાવવા માટે પણ આદેશ કરવામાં આવેલ છે.


ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર શહેરમાં જ રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ હતો. પરંતુ આજ રાતથી મોરબી શહેર અને કરફ્યુ મૂકવામાં આવેલ છે. તેનો અમલ 30 એપ્રિલ સુધી રહેશે તેવું મુખ્યમંત્રીએ જાહેર કરેલ છે અને લગ્નમાં 10 એપ્રિલથી 100 થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં અને તમામ રાજકીય અને સામાજીક મેળાવડા 30 એપ્રિલ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરેલ છે જેથી કરીને સરકારના નિર્ણયની અમલવારી શહેર અને જીલ્લામાં કડક રીતે કરવામાં આવે તે માટે કલકેટર અને એસપી દ્વારા અધિકારી અને કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
અમરેલી


સમગ્ર રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના 3 હજાર ઉપરાંતના કેસ દૈનિક નોંધાતા હોય, જેને લઈ ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં 3-4 દિવસ સુધી લોકડાઉન લાદી દેવા ભલામણ કરી હતી. આ અનુસંધાને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી સાંજના જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલ તા.7 થી આગામી તા.30 સુધી અમરેલી સહિત ર0 જેટલા શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન કોઈ મોટા કાર્યક્રમ યોજવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આજે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાત્રીના 8થી સવારે 6 સુધી કર્ફયુ લાદવા અંગે સતાવાર જાહેરનામું પ્રસિઘ્ધ કરાયું છે. લગ્ન પ્રસંગમાં 100 લોકો જ ઉપસ્થિત રહેશે. ઉપરાંત આગામી તા.30 એપ્રિલ સુધી સરકારી ઓફિસમાં શનિ-રવિવારે રજા રહેશે તેમ પણ જણાવ્યું હતું.મોરબીમાં રીટલ ઓપ્ટીકલની દુકાનો 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
(જિગ્નેશ ભટ્ટ) મોરબી તા.7
મોરબી રીટલ ઓપ્ટીકલ એશોસીએશનના પ્રમુખ સંજયભાઈ વોરા (મહાવીર ચશ્મા ઘ2) વાળાએ જણાવ્યુ છે કે, મોરબીમાં વધતા જતા કોરોનાનો સંક્રમણને લીધે મોરબી રીટલ ઓપ્ટીકલ એશોસીએશન દ્વારા મોરબીની તમામ ચશમાની દુકાનો આગામી સોમવાર સુધી સાંજ ના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિણર્ય કરેલ છે એટલે કે ચાર વાગ્યા પછી તમામ દુકાનો બંધ થઈ જશે.


Related News

Loading...
Advertisement