એસ્ટ્રાજેનેકાની વેક્સિન લેનારાઓમાં ‘બ્લડ ક્લોટસ’ની સમસ્યા: બાળકો પર ટ્રાયલ અટકાવાયું

07 April 2021 12:04 PM
World
  • એસ્ટ્રાજેનેકાની વેક્સિન લેનારાઓમાં ‘બ્લડ ક્લોટસ’ની સમસ્યા: બાળકો પર ટ્રાયલ અટકાવાયું

અનેક વયસ્કોમાં ફરિયાદ ઉઠતાં તકેદારીના ભાગરૂપે બાળકો પર વેક્સિનેશન અટકાવાયું

નવીદિલ્હી, તા.7
દુનિયાભરમાં કોરોના સંક્રમણ ફરી એક વખત બેકાબૂ થવા વચ્ચે બાળકોને વેક્સિનેશન કરવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પહેલી વખત કોરોના વેક્સિનનનું બાળકો ઉપર ટ્રાયલ શરૂ કર્યું હતું જે પછી વેક્સિન લેનારા બાળકોના શરીરમાં લોહી જામી જવાની ફરિયાદો ઉઠતાં ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે.


એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સિન લેનારા બાળકોમાં લોહી જામી જવાની બૂમ ઉઠી હતી. યુરોપીયન મેડિસીન એજન્સીએ વેક્સિન અને બ્લડ ક્લોટસ વચ્ચે સંબંધ હોવાની વાતને સમર્થન આપ્યું છે. યુરોપીય મેડિસીન એજન્સના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું મારા મત પ્રમાણે હવે અમે કહી શકીએ છીએ કે વેક્સિન સાથે લોહી જામી જવાને સંબંધ છે પરંતુ અમને હજુ એ ખબર નથી કે આ રિએક્શનનું મુખ્ય કારણ શું છે. આગામી દિવસોમાં અમે આ અંગે કોઈ ફોડ પાડી શકશું પરંતુ અત્યારે આ પ્રકારની હરકત અમારી પણ સમજ બહાર છે.


તાજેતરમાં જ એવો સવાલ સામે આવ્યો છે કે એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સિન ઉપયોગ કરનારા લોકોમાં દુર્લભ પરંતુ ગંભીર બ્લડ ક્લોટસના મામલા સામે આવી રહ્યા છે. એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સિન લગાવનારાઓમાં લોહી જામી જવાનું સામે આવ્યા બાદ બ્રિટનમાં બાળકો ઉપર પરિક્ષણ અટકાવી દેવાયું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે વયસ્કોમાં લોહી જામી જવા વિશે અત્યારે સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યાં સુધી તેના કારણોની ખબર નહીં પડે ત્યાં સુધી બાળકોનો એસ્ટ્રાજેનેકાની વેક્સિન આપવામાં આવશે નહીં. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોના વાયરસ વેક્સિનનું બાળકો પર ટ્રાયલ શરૂ કર્યું હતું. આ દરમિયાન બાળકોને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન અપાઈ રહી હતી.


Related News

Loading...
Advertisement