જુનાગઢમાં ભાલાનાં ધા ઝીંકી ગૌવંશની હત્યા

07 April 2021 11:59 AM
Junagadh Crime
  • જુનાગઢમાં ભાલાનાં ધા ઝીંકી ગૌવંશની હત્યા

જુનાગઢ, તા. 7
જુનાગઢના મજેવડીમાં ભાલાનાં ધા ઝીંકી અજાણ્યા શખ્સે ગૌવંશની હત્યા કરી નાંખતા ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.જુનાગઢ તાલુકાના મજેવડી ગામે ગઇકાલે સાંજે રખડતા ગૌવંશ-ખુટીયાને લાકડામાં ફીટ કરી બાદમાં અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર ભાલા વડે ખુટીયાના પેટમાં જમણી બાજુમાં ધા મારી લોહીલોહાણ કરી મુકયો હતો. ક્રુર રીતે ભાલાનાં ઘા ઝીંકવામાં આવતા ગૌવંશ-ખુટીયા ગંભીર ઇજા થવાથી તરફડીને મરી ગયો હતો.આ બનાવથી ગામ લોકોમાં અરેરાટી સાથે રોષ ફાટી નીકળ્યો હતો.જુનાગઢ તાલુકાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયાએ ફરીયાદ બની અજાણ્યા શખ્સ સામે ગૌવંશની હત્યાનો ગુનો નોંધાવીને તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement