તળાજા યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાતા ઘંઉની ચોરીમાં શ્રમિકો-મુકાદમની સંડોવણી

07 April 2021 11:58 AM
Bhavnagar Crime
  • તળાજા યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાતા
ઘંઉની ચોરીમાં શ્રમિકો-મુકાદમની સંડોવણી

19 કિસાનોનો 1.26 લાખનો માલ ચોરી થતા પોલીસ ફરિયાદ

ભાવનગર તા.7
ભાવનગર જિલ્લાના તળાજા યાર્ડમાં ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા તળાજાના ડેપો મેનેજર ની જવાબદારી નીચે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ની ખરીદી શરૂ કરી હતી.ખેડૂતો દ્વારા અહીં ત્રણ દિવસ થી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ થતાં ઘઉં વેચવા માટે લાવવામાં આવતા હતા.જેમાં આજે તળાજા પોલીસ મથકમાં રોયલ ગામના ખેડૂત જયદીપભાઈ ભાનુંશંકરભાઈ ભટ્ટ ઉ.વ 34 ,એ નોંધાવેલ ફરિયાદ માં પોતાના સહિત 19 ખેડૂતો ના ઘઉં લાવેલ હતા.

તે ઓછા જણાતા યાર્ડના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા મજુર ના મુકાદમ રમેશ જીવાભાઈ રબારી સહિતના અન્ય મજૂરો ઘઉંની ચોરીકરી રહ્યા હોવાનું જણાયેલ.જેના આધારે 320 મણ. જેટલા ઘઉં કઈ.રૂ.1,26,400/-ના ચોરાયા ની ફરિયાદ આપી હતી.જેમાં મુકેશ રામભાઈ ચાવડા,રાવત રામભાઈ ચાવડા,ભોજુ રામભાઈ ચાવડા,જીણકુ અરજણભાઈ ચાવડા,પ્રકાશ અરજણભાઈ ચાવડા,ધીરુભાઈ રાયમલભાઈ ચાવડા રે.તમામ બાબરીયાત તથા હરપાલસિંહ બબુભા ગોહિલ,વિરમદેવસિંહ ટેમુભા ગોહિલ- રે નેશિયા, ચકુરભાઈ ગણેશભાઈ ટાઢા,મનજી ખાટાભાઈ ખરક,ધનજી ખાટાભાઈ ખરક,જુનિભાઈ ભીખાભાઇ ટાઢા,રે. ઠળિયા તથા રામજી માધાભાઈ ભૂત,વિઠલ માધાભાઈ ભૂત રે. લીલીવાવ,થોભણભાઈ અરજણભાઈ ભુવા- રે. છાપરી,રઘાભાઈ નાજાભાઈ ડાભી રે.દકાના,જશુભા સતુભા ગોહિલ રે.ભરોલી,વાલજીભાઈ છગનભાઇ ડાભી રે.દકાના સાહેદ તરીકે આ કેસમાં જોડાયા હતા.ફરિયાદ માં ગોડાઉન મેનેજરનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બીજી તરફ તળાજા મામલતદાર ટીમ દ્વારા યાર્ડ ખાતે દોડી જઇ યાર્ડ સંબધિત વ્યક્તિ ના નિવેદનો લેવાની સાથે પંચ રોજકામ કરેલ હતું. પોલીસે જણાવ્યું હતુંકે તપાસ કરતા મજૂરો ને ચોરી કરવા માટે કોઈની સૂચના હતીકે કેમ,તેના મોબાઈલ,રેકોર્ડિંગ સહિતના ચેક કરી તપાસ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement