રાજયની વિવિધ 8 મહાનગરપાલિકા માટે રૂા.3.11 કરોડની ગ્રાંટની ચુકવણી: ધનસુખ ભંડેરી

07 April 2021 11:53 AM
Rajkot Gujarat
  • રાજયની વિવિધ 8 મહાનગરપાલિકા માટે રૂા.3.11 કરોડની ગ્રાંટની ચુકવણી: ધનસુખ ભંડેરી

ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને તે જ ભાજપા સરકારનું લક્ષ્ય: મ્યુ.ફાયનાન્સ બોર્ડ ચેરમેન

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીયી અને સ્માર્ટસીટી બની રહ્યા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની 8 મહાનગરપાલિકા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાના કામો માટે રૂા.311 કરોડની ફાળવણી કરવામાં આવેલ.


આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજયની 8 મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર યોજના અંતર્ગત રૂા.311 (અંકે રૂપિયા ત્રણસો અગિયાર કરોડ પુરા) ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં 8 મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂા.115.2580 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂા.94.0811 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂા.35.2660 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂા.27.8985 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂા.13.0281 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂા.12.3435 કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂા.06.4708 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂા.06.6540 કરોડ સહિત કુલ રૂા.311 કરોડની ચૂકવણી કરવામા આવી હતી.


Related News

Loading...
Advertisement