વિંછીયા તાલુકામાં બે દિવસમાં 20 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ

07 April 2021 11:43 AM
Jasdan
  • વિંછીયા તાલુકામાં બે દિવસમાં
20 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ

વિંછીયા, તા. 7
વિંછીયા તથા પંથકમાં રવિવાર અને સોમવાર એમ ગત બે દિવસમાં ર0 જેટલા કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
કોરોનાની બીજી લહેર ખતરનાક છે. તેવા સમયે અત્યાર સુધી તાલુકા મથક વિંછીયમાં જ કોરોના કેસ મળતા તાલુકાના ગામડાઓ કોરોના મુકત હતા. બે દિવસથી વિંછીયાને અડીને આવેલા રૂપાવટી, થોરીયાળી અને વાંગધ્રા, ગામોમાં કોરોનાના પોઝીટીવ કેસો મળી આવતા લોકોમાં ચિંતા સાથે ભય અને ડરનો માહોલ સર્જાય ગયો છે. જોકે કોરોનાથી બચવું હશે તો ગ્રામ્ય પ્રજાએ માસ્ક ન પહેરવાની માનસીકતા છોડીને હાથવગા હથિયાર સમુ માસ્ક પહેરવું જ પડશે તેમ ચર્ચાય રહ્યું છે.


Loading...
Advertisement