માંગરોળના શીલ ગામે કોપર વાયરની ચોરીના આરોપીઓને ઝડપી લેતી પોલીસ

07 April 2021 11:14 AM
Junagadh
  • માંગરોળના શીલ ગામે કોપર વાયરની
ચોરીના આરોપીઓને ઝડપી લેતી પોલીસ

(વિનુભાઇ મેસવાણીયા)
માંગરોળ તા.7
માંગરોળ તાબેના શીલ જી આઈ ડી સી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી લાખોના કોપરના વાયરની ચોરી કરવામાં આવી હતી. પોલીસે કુનેહ પુર્વક 2 સગીર સહિત 7 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી..શીલ પી એસ આઈ ઉંજીયા સહિત સ્ટાફે તપાસ હાથધરી ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા જી આઈ ડી સી વિસ્તારમાં ગોડાઉનમાં રાખેલ કોપર વાયર કિંમત રૂ. 3 લાખ 57 હજાર પાંચસો ના મુદ્દામાલની ચોરી થઈ હતી.


જેની શીલ પી એસ આઈ વી.કે.ઉંજીયા અને એએસઆઈ યુ એમ વેગડા દ્વારા તપાસ દરમિયાન ત્યાં કામ કરતા લોકો પર શંકા જતા તપાસ દરમિયાન પિન્ટુ ઉર્ફે ચીનો રાજુ સોલંકી, નવાજ દીવાન વાઘેલા ને લાલ આંખ કરી પૂછપરછ કરતા ગુન્હો કબુલી પોપટ ની જેમ પઢવા લાગ્યા હતા પોલિસે આરોપીઓ હરેશ ઉર્ફ હિરેન દેવરાજ, કરણ ઉર્ફ કારીયો દિનેશ રાયકા, દિલાવર ઉર્ફ દિલો સાટી, અશરફ જમાલ વાઘેલા, સમીર ઉર્ફે બોખો રાઠોડ, હારુન ઇબ્રાહિમ, વસીમ હસન સાટી, હાજીભાઈ ચૌહાણ ને ઝડપી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનો ડિટેન કામગીરી માં પીએસઆઇ વી કે ઉંજીયા, એ એસ આઈ ઉમેશચંદ્ર વેગડા, એ એસ આઈ પી. જે. વાળા, પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ બાબરીયા, ખીમજી લખમણ ,હિતેશ ડાકી, દિનેશ બંધિયા સહિતના સ્ટઈંપ કામગીરીમાં જોડાયા હતા.


Loading...
Advertisement