માજી મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલની પ્રતિમાનું પૂ. મુકતાનંદબાપુના હસ્તે અનાવરણ

07 April 2021 11:12 AM
Junagadh
  • માજી મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલની પ્રતિમાનું પૂ. મુકતાનંદબાપુના હસ્તે અનાવરણ

વિસાવદર માર્કેટયાર્ડમાં ભાજપ સ્થાપના દિને

વિસાવદર તા. 7 : વિસાવદર તાલુકામાં માંડાવડ મુકામે ભાજપ સ્થાપના દિવસની ઉજવણીની સાથે માજી મુખ્યમંત્રી અને વિસાવદરના માજી ધારાસભ્ય સ્વ. કેશુભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ ભારત સાધુ સમાજના પ્રમુખ પુજય મુકતાનંદજી બાપુનાં વરદ હસ્તે તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલની ખાસ ઉ5સ્થિતીમાં માર્કેટ યાર્ડનાં ચેરમેન વિનુભાઇના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ. આ પ્રસંગે કોવીડ-19 વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પુજય મુકતાનંદજીબબાપુએ ભાજપના વિચારો અને નરેન્દ્રભાઇ મોદીના ભારતના ઉમદા કાર્યોના વખાણ કરી અને સ્વ. કેશુભાઇ પટેલની વિસાવદર પ્રત્યેની નિષ્ઠા અને લાગણીના વખાણ કાર્ય.


Loading...
Advertisement