વેરાવળ તા.7
વેરાવળ અને સમગ્ર જીલ્લાામાં ચોકકસ લોકો દ્વારા ગૌહત્યાા અને ગૌ તસ્કઅરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ યુવા સંગઠન પ્રમુખ આમરણાંત ઉપવાસ ઉતરતા જ તંત્ર દોડતુ થયેલ અને પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિત હિન્દુલ સંગઠનના કાર્યકરોની અટકાયત કરેલ હતી ત્યારબાદ બીજા દિવસથી આ આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ હોય જેમાં ચોથા દિને જીલ્લાના ફોટો તથા વીડીયો ગ્રાફર એસો. દ્વારા સમર્થન આપેલ હતું.
વેરાવળમાં રીંગરોડ પર આવેલ દુ:ખ ભંજન હનુમાન મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ જતીનબાપુ ગૌવંશની હત્યા અને તસ્કરી કરતા આરોપીઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેસી ગયેલ અને તેમના સમર્થનમાં સંગઠનના અનેક કાર્યકરો પર ઉપવાસમાં જોડાયા હતા. પ્રથમ દિને હિંદુ યુવા સંગઠનના હોદેદારો અને કાર્યકરો આમરણાંત ઉપવાસ પર ઉતરેલ હોવાની જાણ થતાં પોલીસે ઉપવાસ આંદોલનને અટકાવી ઉપવાસી જતીનબાપુ સહિતના કાર્યકરોની અટકાયત કરી તમામને પોલીસ વાનમાં બેસાડી પોલીસ ચોકી લઇ રવાના થઇ હતી.
ગુજસીટોકના કાયદા હેઠળ સજા કરવાની માંગ સાથે બેસેલ આમરણાંત ઉપવાસી છાવણીમાં હિન્દૂ યુવા સંગઠનના જીલ્લા પ્રમુખ જતિનબાપુ ને સમર્થન આપવા હિન્દૂ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાઘુવીરસિંહ જાડેજા, ઉત્તર ગુજરાતના પ્રમુખ ભૂગવેન્દ્રસિંહજી અને પુરા ગુજરાતના વિવિધ જીલ્લા અને તાલુકાના મુખ્ય હોદેદારો સમર્થન આપવા સોમનાથની પાવન ધરા પર આવી પહોંચેલ તેમજ સ્થાનીક અગ્રણીઓમાં માજી નગરપાલિકા પ્રમુખ રવિભાઇ ગોહેલ સહીતનાએ પણ છાવણીની મુલાકાત લીધેલ હતી. આજે ગીર-સોમનાથ જીલ્લા ના ફોટા તથા વીડીયો ગ્રાફર એસો. દ્વારા આ ઉપવાસી છાવણીને સમર્થન જાહેર કરી ગુજસીટોકના કાયદા હેઠળ સજા કરવાની માંગ કરેલ હતી અને જીલ્લાના ફોટો તથા વીડીયો ગ્રાફરોમાં મુકેશભાઇ ચોલેરા, ભરતભાઇ ઘુચલા, મનીશભાઇ મેઠીયા, કલ્પીતભાઇ પટેલ સહીતના જોડાયેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.