બેંગ્લોરને વધુ એક ઝટકો: પડ્ડીકલ બાદ ડેનિયલ સેમ્સ પણ કોરોના પોઝિટીવ

07 April 2021 10:55 AM
Sports
  • બેંગ્લોરને વધુ એક ઝટકો: પડ્ડીકલ બાદ ડેનિયલ સેમ્સ પણ કોરોના પોઝિટીવ

નવીદિલ્હી, તા.7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ આજે કોરોના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. આ પહેલાં બેંગ્લોરનો ઓપનિંગ બેટસમેન દેવદત્ત પડ્ડીકલ પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. સેમ્સને હાલ કોવિડ-19ના કોઈ લક્ષણ નથી અને તેને આઈસોલેટ કરી દેવાયો છે. આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ 9 એપ્રિલથી થશે અને પહેલો મેચ મુંબઈ અને બેંગ્લોર વચ્ચે જ રમાવાનો છે.

બેંગ્લોરે ટવીટર દ્વારા જાણકારી આપી હતી કે ડેનિયલ સેમ્સ ચેન્નાઈમાં જ્યારે 3 એપ્રિલે ટીમ હોટેલ પહોંચ્યો હતો ત્યારે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેના બીજા ટેસ્ટનો રિપોર્ટ આજે આવ્યો હતો જેમાં તે કોરોના પોઝિટીવ આવ્યો છે.

બેંગ્લોર માટે આ એક મોટો ઝટકો છે કેમ કે સેમ્સ હવે પ્રારંભીક મેચોમાં રમી શકશે નહીં. સેમ્સ ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જ્યારે આ પહેલાં તે દિલ્હી કેપિટલ્સ માટે ત્રણ આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. આ વર્ષે તેને દિલ્હી કેપિટલે રિલિઝ કરી દીધો હતો અને ત્યારપછી બેંગ્લોર તેને હરાજીમાં ખરીદયો હતો.


Related News

Loading...
Advertisement