ધોરાજીમાં પાનની દુકાનમાંથી 10 હજારની રોકડની ઉઠાંતરી

07 April 2021 10:25 AM
Dhoraji Crime
  • ધોરાજીમાં પાનની દુકાનમાંથી 10 હજારની રોકડની ઉઠાંતરી
  • ધોરાજીમાં પાનની દુકાનમાંથી 10 હજારની રોકડની ઉઠાંતરી

હાથ મારનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ : પોલીસ તપાસ

ધોરાજી તા. 7 : ધોરાજીમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાનમાંથી તસ્કર 10 હજારની ચોરી કરી ગયેલ છે. આ તસ્કર અને તેનું બાઇક સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેને દબોચી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ એલ.કે. પાનવાલા નામની દુકાન પાસે એક અજાણ્યા શખ્સે બાઇક લઇ આવી આ બાઇક દુકાન બહાર ઉભુ રાખી દુકાનમાં પ્રવેશી શર્ટના ખીસ્સા તપાસેલ પણ કાઇ નહી મળતા બાદમાં ટેબલના ખાના ખોલી તેમાં રાખેલ વેપારના અંદાજે રૂ.10000 જેટલી રકમ લઇ રફુચકકર થઇ ગયેલ હતો.આ અંગે દુકાનના માલીકે સીસીટીવી ચેક કરતા આ અજાણ્યો શખ્સ દેખાય છે. અને બાઇક પણ ચોખ્ખુ સીસીટીવીમાં આવે છે. આ અંગે ધોરાજી પોલીસને લેખીત ફરીયાદ કરવા તજવીજ હાથ ધરેલ હતી.


Related News

Loading...
Advertisement