આઈપીએલમાં ચેમ્પિયન બનનારી ટીમની ઈનામી રકમમાં અડધોઅડધ ઘટાડો: આ વર્ષે પણ 10 કરોડ જ મળશે

07 April 2021 10:04 AM
Sports
  •  આઈપીએલમાં ચેમ્પિયન બનનારી ટીમની ઈનામી રકમમાં અડધોઅડધ ઘટાડો: આ વર્ષે પણ 10 કરોડ જ મળશે

કોરોનાને કારણે ગત સીઝનની જેમ આ વખતે પણ 20 કરોડની જગ્યાએ 10 કરોડ અને રનર્સઅપને 6.25 કરોડ અપાશે

નવીદિલ્હી, તા.7
કોરોનાની અસર દુનિયાના સૌથી મોટા ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ ઉપર પણ પડી છે અને એટલા માટે જ આઈપીએલ-14ની વિનિંગ પ્રાઈઝ મતલબ કે ચેમ્પિયન ટીમને મળનારી રકમને અડધી કરી નાખવામાં આવી છે. પાછલી સીઝનની જેમ આ વર્ષે પણ વિજેતા ટીમને 10 કરોડ રૂપિયા જ આપવામાં આવશે. આ પહેલાં 2019માં ચેમ્પિયન ટીમને 20 કરોડ અને રનર્સઅપને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા. 2008થી સતત આઈપીએલની પ્રાઈઝ મનીમાં વધારો થઈ રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તેમાં ઘટાડો થઈ રહ્યો છે.


2008માં શરૂ થયેલા આઈપીએલની ઈનામી રકમ પાછલા 13 વર્ષ દરમિયાન અનેકગણી વધી છે. આઈપીએલની પહેલી સીઝનમાં 4.8 કરોડની રકમ અપાઈ હતી અને તે રકમ 2012 સુધી સમાન હતી. આ પછી વર્ષ 2013માં આઈપીએલની છઠ્ઠી સીઝનમાં પહેલી વખત મુંબઈ ઈન્ડિયન્સે ટ્રોફી જીતી હતી. ફાઈનલ મેચમં મુંબઈએ ચેન્નાઈને 23 રને હરાવ્યું હતું. આ સીઝનમાં વિજેતા ટીમને 12.5 કરોડ અને રનર્સઅપને 7.5 કરોડ રૂપિયા અપાયા હતા.

2014માં ભારતમાં લોકસભા ચૂંટણીને પગલે આઈપીએલની સાતમી સીઝનના 60માંથી 20 મેચ યુએઈ ખસેડાયા હતા. આ શ્રેણીનો ખિતાબ કોલકત્તા નાઈટ રાઈડર્સે જીત્યો હતો જેને ઈનામના સ્વરૂપમાં 15 કરોડની રકમ અપાઈ હતી. રનર્સઅપ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબને 10 કરોડ ચૂકવાયા હતા. આઈપીએલની આઠમી સીઝનની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 15 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી જ્યારે ચેન્નાઈને 10 કરોડ અપાયા હતા.

ત્યારપછીની સીઝન એટલે કે આઈપીએલ-2016માં ચેમ્પિયન બનેલા હૈદરાબાદને 15 કરોડ અને રનર્સઅપ બેંગ્લોરને 10 કરોડનું ઈનામ મળ્યું હતું. 10મી સીઝનમાં પણ ઈનામની રકમ 15 કરોડ જ રહી હતી અને 2018માં બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નાઈ સુપરકિંગ્સે ટ્રોફી પોતાના નામે કરી હતી અને તેને 20 કરોડનું ઈનામ અપાયું હતું જ્યારે રનર્સઅપ હૈદરાબાદને 12.50 કરોડનું ઈનામ મળ્યું હતું. આ પછીના વર્ષે ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સને પણ 20 કરોડ જ ચૂકવાયા હતા પરંતુ 2020ની સીઝનમાં કોરોનાને કારણે આ રકમ અડધોઅડધ ઘટાડીને 10 કરોડ કરી નાખવામાં આવી હતી જે આ વર્ષે પણ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છ


Related News

Loading...
Advertisement