મોઈન અલી જો ક્રિકેટર ન બન્યો હોત તો અત્યારે આતંકવાદી હોત !

07 April 2021 10:01 AM
Sports
  • મોઈન અલી જો ક્રિકેટર ન બન્યો હોત તો અત્યારે આતંકવાદી હોત !

બાંગ્લાદેશના વિવાદિત લેખિકા તસ્લીમા નસરીનના ટવીટ બાદ હોબાળો: ઈંગ્લેન્ડના અનેક ખેલાડીઓએ લગાવી ફટકાર

નવીદિલ્હી, તા.7

દર વખતે વિવાદોમાં જ રહેવા માટે જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીને લઈને એક વાંધાજનક ટવીટ કર્યું છે. મોઈન અલી આઈપીએલ-2021માં ચેન્નાઈ સુપરકિંગ્સનો હિસ્સો છે અને અત્યારે તે ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યો છે. દરમિયાન તસ્લીમા નસરીને ટવીટ કર્યું હતું કે જો મોઈન અલી ક્રિકેટ ન રમી રહ્યો હોત તો તે કદાચ આઈએસઆઈએસમાં જોડાઈને સીરિયા પહોંચી ગયો હોત ! આ ટવીટ બાદ તસ્લીમાને ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ જોરદાર જવાબ આપ્યો છે.

જોફ્રા આર્ચરે આ ટવીટનો જવાબ આપતાં કહ્યું કે શું તમે ઠીક છો ? મને નથી લાગતું કે તમે ઠીક હોવ. આ પછી વિવાદ વકરી જતાં તસ્લીમાએ સ્પષ્ટતા કરી કે નફરત કરનારા લોકોને ખબર હોવી જોઈએ કે મોઈન અલી પર કરાયેલું ટવીટ મજાકમાં કરાયું હતું પરંતુ તેમણે મને પરેશાન કરવાનો એક મુદ્દો બનાવી લીધો કેમ કે હું મુસ્લિમ સમાજને સેક્યુલર બનાવવાનો અને ઈસ્લામિક ધર્માંધતાનો વિરોધ કરું છું. માનવતાનું સૌથી મોટું દૂર્ભાગ્ય એ જ છે કે મહિલાઓના પક્ષધર ડાબેરી મહિલાવિરોધી ઈસ્લામિક કટ્ટરપંથીઓનું સમર્થન કરે છે.

આર્ચરે તસ્લીમાના સ્પષ્ટતા કરતાં ટવીટ બાદ કહ્યું કે મજાક ? કોઈ પણ તમારી આ મજાક પર હસી રહ્યું નથી, તમે ખુદ પણ હસી શકો તેમ નથી. કમ સે કમ તમારે આ ટવીટ હટાવી દેવું જોઈએ.


Related News

Loading...
Advertisement