ભાવનગરમાં આજે કોરોના ઓલ ટાઇમ હાઇ : ૯૪ કેસ નોંધાયા

06 April 2021 10:30 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોના ઓલ ટાઇમ હાઇ : ૯૪ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૭,૩૪૩ કેસો પૈકી ૫૮૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૬
ભાવનગર જિલ્લામાં આજરોજ ૯૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૭,૩૪૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૨ પુરૂષ અને ૨૩ સ્ત્રી મળી કુલ ૬૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૧૫, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૩, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઝરીયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભડલી ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૨ અને તાલુકાઓમાં ૧૩ કેસ મળી કુલ ૪૫ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૭,૩૪૩ કેસ પૈકી હાલ ૫૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૩ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement