સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં ફેરવવા આદેશ

06 April 2021 06:45 PM
Surat
  • સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં ફેરવવા આદેશ

સુરતમાં જે રીતે પરિસ્થિતિ સતત વણસી રહી છે તેમાં સીવીલ સહીતની હોસ્પીટલોમાં બેડની તંગી સર્જાઇ છે અને આજે મુખ્યમંત્રી આવતા જ ધડાધડ નિર્ણયો લેવાઇ રહયા છે. જેમાં હાલમાં જ અહીં અતિઆધુનીક નવી કીડની હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે અને ત્યાં 900 બેડ છે જેમાંથી હાલ તુર્ત જ 300 બેડ કોરોના દર્દીઓ માટે અલગ કરી દેવા અને આખી વિંગ તે માટે નિશ્ર્ચિત કરવા જણાવાયુ છે જેના કારણે સુરતમાં જે રીતે હાલ દર્દીઓને સમાવવાની ચિંતા છે તે દુર થશે પરંતુ મહાનગરમાં રોજના 300 દર્દીઓ વધી રહયા છે અને તેથી સમગ્ર હોસ્પીટલને કોવીડમાં ફેરવવાની પણ તૈયારી છે.


Loading...
Advertisement