અમદાવાદમાં તો ગુરૂ થી રવિવાર સુધીનો પુર્ણ કફર્યુ લાદવાની તૈયારી જ હતી

06 April 2021 06:39 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં તો ગુરૂ થી રવિવાર સુધીનો પુર્ણ કફર્યુ લાદવાની તૈયારી જ હતી

સીએમઓના પ્રિન્સીપલ સચિવ કે.કે. કૈલાશનાથને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી સાથે ચર્ચાની તૈયારી કરી હતી પરંતુ હાઇકોર્ટનો નિર્દેશ આવતા હવે સમગ્ર રાજય માટે નિર્ણય લેવાશે

રાજકોટ તા. 6 : ગુજરાત હાઇકોર્ટે આજે રાજયમાં કોરોનાની સ્થિતિ જોતા 3 કે 4 દિવસનો કફર્યુ લાદવા સરકારને નિર્દેશ આપ્યો છે. પરંતુ અમદાવાદમાં તો ગુરુથી રવીવાર સુધીનો કફર્યુ લાદવાની તૈયારી પણ ગઇકાલ રાત્રે થઇ હોવાનો નિર્દેશ સાપડયો છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રીના પ્રિન્સીપલ સચીવ કે.કે. કૈલાશનાથને દોર સંભાળી લીધો હતો અને તેઓએ ગઇકાલે રાત્રે અમદાવાદમાં મહાનગર માટે ખાસ નિયુકત થયેલા એડી. ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા તથા અમદાવાદ મ્યુનિ. કમિશ્નર અને અમદાવાદ જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મોડી રાત્રે બેઠક કરી હતી. જેમાં જયંતિ રવિ વીડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ બેઠકમાં અમદાવાદમાં ગુરુ થી રવીવાર સુધીનો કફર્યુ લાદવા અંગેની વિચારણા થઇ હતી અને આ અંગે આખરી નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લે તે નિશ્ર્ચિત હોવાથી આજે જ મુખ્યમંત્રીને આ અંગે રિપોર્ટ સુપ્રત્ર કરવાનો હતો પરંતુ હવે હાઇકોર્ટે હવે સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણને જોતા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સંક્રમણ પ્રવેશી ગયુ છે તે સંકેત મળતા 3 થી 4 દિવસનું લોકડાઉન લાદવા માટે ભલામણ કરી છે અને હવે સમગ્ર રાજયનો નિર્ણય લેવાશે.


Related News

Loading...
Advertisement