રાજકોટ તા.6
સોના-ચાંદીનાં ભાવોમાં તેજીની ચમક આવતી રહી હોય તેમ આજે ફરી ભાવ વધારો થયો હતો. સોનામાં રૂા.300 તથા ચાંદીમાં 1000 નો ભાવ વધારો હતો.મુવમેન્ટ જોકે મોટી હતી એટલે ટ્રેડરો સાવધ હતા.રાજકોટમાં દસગ્રામ સોનાનો ભાવ રૂા.46900 હતો. ચાંદીના 66250 હતા. વિશ્વ બજારમાં સોનુ વધુ ઉંચકાઈને 1732 ડોલર હતું. ચાંદીનો ભાવ 24.97 ડોલર હતો. કોમોડીટી એકસચેંજમાં સોનુ ઉંચકાઈને 45540 હતું જયારે ચાંદીનો ભાવ 65225 હતો. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે છેલ્લા છ-સાત મહિનાથી નબળા પડેલા ભાવ ફરી ચમક દર્શાવવા માંડયા છે. વિશ્વબજાર ટાઈટ થયુ છે. કોરાનાનો કહેર વધવા લાગ્યો હોવાથી તેની પણ અસર હતી. સાથોસાથ લગ્ન ગાળાની ખરીદી રહેવાનો પણ આશાવાદ વ્યકત કરવામાં આવે છે. ઝવેરીઓનો એક વર્ગ એવુ માને છે કે સોનાનો ભાવ ફરી વખત 50000 ને આંબી શકે છે. છેલ્લા છ-સાત મહિના દરમ્યાન ટોચના સ્તરેથી 11000 જેવો ભાવ ઘટાડો થઈ જ ગયો છે.