કોરોનાની જેમ ખાદ્યતેલો બેકાબૂ: ડબ્બે વધુ રૂા.10થી20નો ભાવવધારો

06 April 2021 06:13 PM
Business India
  • કોરોનાની જેમ ખાદ્યતેલો બેકાબૂ: ડબ્બે વધુ રૂા.10થી20નો ભાવવધારો

સીંગતેલ, કપાસીયાતેલ, પામોલીન વગેરેમાં રેકોર્ડ ભાવ

રાજકોટ તા.6
કોરોનાની જેમ ખાદ્યતેલોના ભાવો પણ બેકાબુ હોય તેમ દરરોજ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. આજે પણ વિવિધ ખાદ્યતેલમાં ડબ્બે રૂા.10થી20નો ભાવવધારો હતો. રાજકોટમાં આજે દસ કિલો સીંગતેલ લુઝનો ભાવ 1375માં સ્થિર હતો. પરંતુ ડબ્બે રૂા.20નો ભાવવધારો હતો. નવા ડબ્બાનો ભાવ 1620 સુધી પહોંચ્યો હતો. કપાસીયાતેલ વોશ દસ કિલોએ 10 રૂપિયા વધીને 1325 થયુ હતું. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 2200ને વટાવી ગયો હતો. પામોલીન ડબ્બાનો ભાવ રૂા.10ના વધારાથી 2010 થી 2015 થયો હતો.


વેપારીઓના કહેવા પ્રમાણે વાયદાબજારની સટાખોરી તથા વિશ્ર્વબજારની તેજી મુખ્ય કારણ છે. વાયદા રોજેરોજ વધી રહ્યા છે. વધારામાં કોરોનાનો કહેર શરુ થવા સાથે ડીમાંડ વધવાનો આશાવાદ વ્યક્ત થવા લાગ્યો છે. સીઝન નબળી પડી જ ગઈ છે. કાચામાલની આવકો ઘટી ગઈ છે. સાથોસાથ પિલાણ પણ ધીમુ પડી ગયુ છે એટલે હાજરમાં કોઈ માલબોજ ઉભો થતો નથી. વેપારીઓએ એવો નિર્દેશ કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વિકએન્ડનું લોકડાઉન તથા આકરા નિયંત્રણો લાગુ થયા છે. ગુજરાત જેવા રાજયોમાં પણ આવી હાલતની શંકાથી સામાન્ય લોકો ખરીદી કરવા ઉમટવા લાગે તો વધુ ભાવવધારો શકય છે.


Related News

Loading...
Advertisement