તો નવી તબાહી! ચાર સપ્તાહમાં વિશ્વ યુધ્ધ

06 April 2021 05:58 PM
World
  • તો નવી તબાહી! ચાર સપ્તાહમાં વિશ્વ યુધ્ધ

રશીયન સૈન્ય નિષ્ણાંતોની ચેતવણી: કોરોના કાળ વચ્ચે વિશ્વ યુદ્ધ ફાટી નિકળે તો ભયંકર પરિણામો

મોસ્કો તા.6
હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. બરોબર ત્યારે જ હવે ચાર સપ્તાહમાં વિશ્ર્વ યુધ્ધ થવાનો ખતરો ઉભો થયો છે. અને આ અંગે રૂસી સૈન્યનાં નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે કે રશીયન સેનાના નિષ્ણાંતોએ જણાવેલ છે કે આવતા ચાર સપ્તાહમાં દુનિયા વિશ્વ યુદ્ધનુ સાક્ષી બનશે.

રૂસ-યુક્રેન સીમા ઉપર વધતા જતા તનાવથી વિશ્વ યુધ્ધની શંકા વધુ દ્રઢ બની છે.સૈન્ય નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો હાલત નહિં સુધરે તો એક માસની અંદર વિશ્વ ને કોરોના સંકટની સાથોસાથ વિશ્વ યુધ્ધનો પણ સામનો કરવો પડશે.

રશીયાએ વધતો જતો તનાવ જોઈ હાલમાં જ વિવાદીત બોર્ડર, ઉપર તેના 4 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. રૂસી સેનાથી આ હલચલથી યુરોપ હાઈ એલર્ટ મોડ પર આવી ગયુ છે. અને વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાવા લાગ્યો છે.

એક મિડીયા રીપોર્ટ મુજબ સ્વતંત્ર રૂસી સૈન્ય નિષ્ણાંત પાવેલ ફેલગેન હર નું કહેવુ છે કે હાલ જેવી પરિસ્થિતિ છે તે જોતાં આગલા થોડા સપ્તાહોમાં જ યુરોપ અથવા વિશ્વ બહુ જ મોટુ યુધ્ધ જોઈ શકે છે. પોવેલે એવુ પણ જણાવેલ હતું કે ખતરો વધી રહ્યો છે. અને તેજી સાથે વધી રહ્યો છે. જોકે અમોને ખુબ જ ખરાબ સંકેતો દેખાઈ રહ્યા છે. પોવેલનાં જણાવ્યા મુજબ જો યુધ્ધ થશે તો તે માત્ર બે દેશો પુરતુ સીમીત નહિ રહે. પરંતુ વિશ્વ સ્તર સુધી આ યુધ્ધ વિસ્તરવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement