અમેરિકાએ પોતાના ‘અદ્દશ્ય હથિયાર’ વાલ્કીરી ડ્રોન મિસાઈલનું પરીક્ષણ કર્યું

06 April 2021 05:44 PM
Top News World
  • અમેરિકાએ પોતાના ‘અદ્દશ્ય હથિયાર’ વાલ્કીરી ડ્રોન મિસાઈલનું પરીક્ષણ કર્યું

દુશ્મનોના રડારમાં ન પકડાતા આ ડ્રોન મિસાઈલનો ભવિષ્યના યુદ્ધમાં અમેરિકા ઉપયોગ કરી શકે છે

વોશિંગ્ટન તા.6
અમેરિકી વાયુસેનાના અદ્દશ્ય હથિયાર તરીકે ઓળખાતા ડચ-58 અ ટફહસુશિય એ પ્રથમવાર પોતાના ઈન્ટરનલ વેપન બે થી ડ્રોન મિસાઈલને ફાયર કરી હતી.
દુનિયામાં આવું પહેલીવાર બન્યું છે, જયારે કોઈ સ્ટીલ્થ ટેકનીકવાળા ડ્રોને પોતાની અંદર બનેલા હથિયારોના ગોદામમાંથી ઘાતક ડ્રોન મિસાઈલનો વાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એકસકયુ-58એ વાલ્મીરીની છઠ્ઠી ટેસ્ટ ફલાઈટ હતી. યુએસ એરફોર્સે આ ઘટનાની તસ્વીરો પણ જાહેર કરી છે. વાલ્મીરીએ જે ડ્રોનનો વાર કર્યો છે

તે ALTIUS-600 છે, જે કદમાં નાનું હોવા છતાં 440 કિલોમીટરની દૂરી સુધીના ક્ષેત્રમાં 4 કલાક સુધી ગુપ્ત જાણકારી એકત્ર કરી શકે છે. આ સ્ટીલ્થ ડ્રોન દેખાવમાં અમેરિકાના એફ-35 અને એફ-22 જેવું છે, અને ભવિષ્યના યુદ્ધોમાં તેનો ઉપયોગ થાય તેવું માનવામાં આવે છે. સ્ટીલ્થ ટેકનીકથી તે સજજ હોવાથી દુશ્મનોના રડાર પણ આ ડ્રોનને પકડી નથી શકતા.


Related News

Loading...
Advertisement