‘ધી ઈન્ટર્ન’ નાં ઋષિક્પુરના સ્થાને અમિતાભ બચ્ચન ફાઈનલ

06 April 2021 05:24 PM
Entertainment Top News
  • ‘ધી ઈન્ટર્ન’ નાં ઋષિક્પુરના
સ્થાને અમિતાભ બચ્ચન ફાઈનલ

‘પીકુ’ બાદ બીગબી અને દિપિકા ફરી એક સાથે ફિલ્મમાં આવશે

મુંબઈ: ગત વર્ષે જાન્યુઆરીમાં દિપિકા પાદુકોણની ફિલ્મ ‘ધી ઈન્ટર્ન’ની જાહેરાત થઈ હતી, જેમાં દિવંગત કલાકાર ઋષિકપુરને પણ સાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ ગત વર્ષે કેન્સરના કારણે ઋષિકપુરનું નિધન થયુ હતું. જેથી ફિલ્મ આગળ વધી શકી નહોતી. દરમ્યાન એવી ખબર બહાર આવી હતી કે આ ફિલ્મમાં ઋષિકપુરના સ્થાને અમિતાભ બચ્ચનને લેવામાં આવ્યા છે.


અલબત, આ બારામાં કોઈ અધિકૃત જાણકારી નહોતી પરંતુ હવે આ ફિલ્મની હીરોઈન ખુદ દિપિકાએ જ આ ખબર પર મહોર લગાવી દીધી છે. તેણે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં ફિલ્મ ‘ધી ઈન્ટર્ન’નું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યુ છે. મારા સૌથી ખાસ સહ કલાકારો સાથે ફરી કામ કરવુ મારા માટે સન્માનની વાત છે. ‘ધી ઈન્ટર્ન’ના ઈન્ડીયન એડોપ્ટેશનીમાં અમિતાભ બચ્ચનનું સ્વાગત કરૂ છું. ઉલ્લેખનીય છે કે નેન્સી મેયર્સનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધી ઈન્ટર્ન’ વર્ષ 2015 માં આવી હતી. આ ફિલ્મમાં હોલીવુડના દિગ્ગજ એની હેથવે અને રોબર્ટ ડી નીરોએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.


Related News

Loading...
Advertisement