કોરોનાથી નબળાઈ આવી છે પણ સ્વસ્થ છું: આદિત્ય નારાયણ

06 April 2021 05:22 PM
Entertainment
  • કોરોનાથી નબળાઈ આવી છે પણ સ્વસ્થ છું: આદિત્ય નારાયણ

મુંબઈ: કોરાનાની ઝપટમાં આવેલા અને હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા એન્કર-ગાયક-એકટર આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે હજુ મને નબળાઈ છે પણ સ્વસ્થ છું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આદિત્યે જણાવ્યું હતું કે મારા શરીરનાં કેટલાંક ભાગોમાં દુ:ખાવાને લઈને હું હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારે મને શંકા નહોતી કે મારા શરીરનાં જમણા ભાગમાં પીડાનું કારણ કોવિડ હતો. આ કારણે જ મારે ‘ઈન્ડીયન આઈડલ-12’નું શુટીંગ પણ રદ કરવુ પડયુ હતું. મેં ટેસ્ટ કરાવ્યો તેમાં મને કોરોના પોઝીટીવ આવ્યો હતો. પત્નિ શ્ર્વેતાના સંદર્ભમાં આદિત્યે જણાવ્યું હતું કે તેની હાલત પણ મારા જેવી જ છે.મારા પછી ચાર-પાંચ દિવસે વાઈરસે તેના પર હુમલો કર્યો હતો. તેને મારા થકી જ ચેપ લાગ્યો છે. હું આ બ્લેમ સ્વીકારૂ પણ છું. આદિત્યે જણાવ્યું હતું કે મને પિતા (ઉદિત નારાયણ)ની વધુ ચિંતા છે. તેમણે હજુ સુધી વેકસીન નથી લીધી હું આશા રાખુ છું કે તેઓ જલદી સાજા રસી લેવા તૈયાર થાય.


Related News

Loading...
Advertisement