કોરોના ‘સુર્યવંશી’ને પણ નડયો: રિલીઝ ટળી

06 April 2021 05:20 PM
Entertainment
  • કોરોના ‘સુર્યવંશી’ને પણ નડયો: રિલીઝ ટળી

મેકર્સ કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતા

મુંબઈ: કોરોનાની બીજી લહેરને પગલે દેશનાં અનેક રાજયોમાં ખતરનાક સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ વિકટ છે તેના પગલે બોલીવુડની અનેક ફિલ્મોની રિલીઝ અટકી છે તેમાં હવે જેની સૌથી વધુ રાહ જોવાઈ છે તેવી અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘સુર્યવંશી’ની રીલીઝ પણ ટળી ગઈ છે. ખબર આવી છે કે ફિલ્મનાં મેકર્સે ‘સુર્યવંશી’ની રીલીઝને ટાળી દીધી છે. કોરોના વાયરસના વધતા કેસના જોતાં મેકર્સે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વીક એન્ડ અને રાત્રીના લોકડાઉનનું એલાન થયુ છે. આ સંજોગોમાં કોઈપણ મોટી ફિલ્મને રિલીઝ કરવાનુ જોખમ ઉઠાવવા માગતા નથી, જયારે વીક એન્ડ પર ફિલ્મો મોટી કમાણી કરે છે. જો આ પરિસ્થિતિમાં વીક એન્ડ પર જ જો ફિલ્મ ન દર્શાવાય તો મેકર્સને મોટુ નુકશાન જાય.માનવામાં આવે છે કે ‘સુર્યવંશી’ની રિલીઝને લઈને પણ મેકર્સ કોઈ ભુલ કરવા નથી માંગતા. ઉલ્લેખનીય છે કે રોહીત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે કેટરીના કૈફ પણ મહત્વની ભૂમિકામાં છે.


Related News

Loading...
Advertisement