મુખ્યમંત્રી સહિત આખી સરકાર સુરતમાં : કોરોના સામે આકરા જંગનો નિર્દેશ

06 April 2021 04:46 PM
Surat Gujarat
  • મુખ્યમંત્રી સહિત આખી સરકાર સુરતમાં : કોરોના સામે આકરા જંગનો નિર્દેશ

સુરત સિવિલના મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટની મુખ્યમંત્રીના આગમન સાથે જ બદલી:નાયબ મુખ્યમંત્રી પણ સુરતમાં, આરોગ્ય સચિવ જયંતિ રવિ સવારે જ પહોંચી ગયા હતા : જિલ્લા કલેકટર તથા મ્યુનિ. કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર:સુરતમાં સી.એમ.ના આગમન પુર્વે જ 8 કલાકમાં 300 થી વધુ પોઝિટીવ નોંધાયા : મહાનગરમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાના નિર્દેશ

રાજકોટ તા. 6
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે અને શહેર અને જીલ્લામાં વધુને વધુ પોઝિટીવ નોંધાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુખ્યમંત્રી નિતિન પટેલ તથા આરોગ્ય સચિવ જયંતી રવિ તથા રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો સુરત દોડી ગયો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જીલ્લા કલેકટર, મહાપાલિકા કમિશ્નર સહીતના ઉચ્ચ અધીકારીઓ સાથે તાકીદની બેઠક યોજી છે. સુરતમાં અમદાવાદ કરતા પણ ગંભીર સ્થિતી છે અને અત્યાર સુધીમાં શહેર અને જીલ્લામાં 686પ3 કોરોના પોઝિટીવ જાહેર થયા છે અને 1213 લોકોના મોત થયા છે. આજે સવારે મુખ્યમંત્રીની સુચનાથી આરોગ્ય સચિવ જયંતી રવિ સુરત દોડી ગયા હતા અને બપોરે મુખ્યમંત્રી તથા ના.મુખ્યમંત્રી પહોંચી ગયા હતા તથા તેઓએ કોવિડની વ્યવસ્થા જોઇ હતી. જીલ્લા કલેકટર સહીતના ઉચ્ચ અધીકારીઓની બેઠકના પુર્વે જ સુરતનો આજનો રીપોર્ટ જાહેર થયો છે જેમાં શહેરમાં બપોર સુધીમાં જ 308 કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મૃત્યુ થયા છે. સુરતમાં સીવીલ હોસ્પીટલમાં કોરોના સંક્રમણના દર્દીઓની થતી સારવાર અંગે સતત ફરીયાદો મળતી હોવાથી મુખ્યમંત્રીના આગમન સાથે જ સીવીલના સુપ્રીન્ટેન્ડન્ટ એસ.એમ. પટેલની તાત્કાલીક બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને ડો. રાગીણી વર્માને ચાર્જ સંભાળી દેવાયો છે. મુખ્યમંત્રી આજે સુરતમાં પત્રકારો સાથે પણ વાતચીત કરનાર છે.


Related News

Loading...
Advertisement