માસ્ક પહેર્યા વિના સ્ટુડિયોમાં પહોંચી અભિનેત્રી કંગના રણૌત : ચાહકો ભડકયા

06 April 2021 03:56 PM
Entertainment
  • માસ્ક પહેર્યા વિના સ્ટુડિયોમાં પહોંચી અભિનેત્રી કંગના રણૌત : ચાહકો ભડકયા

બીજાને માસ્ક પહેરવાની શીખામણ આપતી કંગના સામે સોશ્યલ મીડિયામાં જોરદાર ટ્રોલ

મુંબઇ તા. 6 : ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત સોશ્યલ મીડીયામાં છવાયેલી રહે છે. કંગના રણૌતની માસ્ક નહી પહેરવા બાબતે ચાહકો ટ્રોલ કરી રહયા છે. બીજાને માસ્ક પહેરવાની સલાહ આપતી કંગના માસ્ક પહેર્યા વિના સ્ટુડીયો જતી હોવાનો વિડીયો નીહાળી યુઝરો ભડકયા હતા.કંગનાનો મોઢે માસ્ક પહેર્યા વિનાનો વિડીયો વાયરલ થતા આ વિડીયો વધુને વધુ વાયરલ થઇ રહયો છે. મુંબઇમાં કોરોનાની બીજી લહેર પ્રસરી રહી છે. અભિનેતા અક્ષયકુમાર, ગોવિંદા, ભુમિ પેડનેકર, વિકકી કૌશલ, શુભાંગી જેવા સ્ટાર કોરોનાની લપેટમાં આવી ગયા છે. ત્યારે કંગના મોઢે માસ્ક પહેર્યા વિના ડબીંગ સ્ટુડીયોમાં જતી હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે.


Related News

Loading...
Advertisement