ગુજરાતમાં ત્રણ થી ચાર દિવસનું લોકડાઉન જરૂરી: હાઈકોર્ટ

06 April 2021 02:51 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં ત્રણ થી ચાર દિવસનું લોકડાઉન જરૂરી: હાઈકોર્ટ

કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે કરફયુ સહિતની જોગવાઈઓ લાદવા રાજય સરકારને હાઈકોર્ટ દ્વારા જણાવાયું

ગુજરાતમાં જે રીતે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેમાં ગુજરાત હાઈકોર્ટે એક સ્યુઓમોટો માં રાજયમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે મર્યાદીત પણ લોકડાઉન જરૂરી હોવાનો રાજય સરકારને નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને જાહેર કાર્યક્રમો હજુ યોજાઈ રહ્યા છે અને કોરોના પ્રોટોકોલનું પાલન થતુ નથી તેનાથી સંક્રમણ વધ્યુ છે આથી રાજય સરકારને સપ્તાહમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લાદવા માટે જણાવાયું છે અને જાહેર કાર્યક્રમોના નિયમો પણ વધુ કડક બનાવવા સૂચના આપી છે. હવે હાઈકોર્ટના આ વલણ બાદ રાજય સરકાર જે અગાઉ લોકડાઉન નહી લાદવાની વારંવાર જાહેરાત કરી ચૂકી છે તે હાઈકોર્ટના સૂચનને કઈ રીતે લે છે તેના પર નજર છે.


Related News

Loading...
Advertisement