કોરોનાના વધતા કહેરથી પ.બંગાળમાં ચુંટણી મુલત્વી રહેશે ?

06 April 2021 01:45 PM
India Politics
  • કોરોનાના વધતા કહેરથી
પ.બંગાળમાં ચુંટણી મુલત્વી રહેશે ?

પ.બંગાળમાં કોરોનાના નવા 1900 થી વધુ કેસ : મમતાને ભય : ચુંટણી મુલત્વી રાખવા દેવાશે નહીં

કોલકતા તા. 6 : પ.બંગાળમાં ચુંટણીના ચાલી રહેલા તબકકા વચ્ચે કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે હાલની ચુંટણીઓ પર પણ જોખમ સર્જાયુ હોવાના સંકેત છે. રાજયમાં ગઇકાલે 1961 નવા કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં પ.9પ લાખ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુકયા છે. તથા 10348 મૃત્યુ નોંધાયા છે. જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે તે જોતા ચુંટણીના લાંબા હજુ બાકી રહેલા શેડયુલમાં નવો પ્રશ્ન સર્જાય તેવી ધારણા છે. રાજયમાં ચુંટણી પ્રચારમાં સોશ્યલ ડીસ્ટન્સ વગેરે જળવાતુ નથી તે નિશ્ચિત છે અને તેના કારણે આગામી દિવસોમાં કોરોનાનો કેસ વધે તેવો ભય છે. રાજયના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે જણાવ્યુ હતુ કે તેઓ કોરોના સંક્રમણને કારણે ચુંટણી મુલત્વી રાખવા દેશે નહીં. જોકે ચુંટણીપંચ તરફથી હજુ આ અંગે કોઇ સંકેત આપવામાં આવ્યો નથી. પરંતુ મમતા બેનરજી એ જે રીતે ભય વ્યકત કર્યો છે તે જોતા આગામી દિવસોના કેસ ઉપર ચુંટણી પંચની નજર રહેશે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement