દિલ્હીમાં આજથી નાઇટ કફર્યુ લાદી દેતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

06 April 2021 01:37 PM
India Politics
  • દિલ્હીમાં આજથી નાઇટ કફર્યુ લાદી દેતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

રાત્રીના 10 થી સવારના 5 સુધી દિલ્હી બંધ થઇ જાશે : વેકસીનેશન સેન્ટર ર4 કલાક ખુલ્લા રાખવાની જાહેરાતના કલાકોમાં જ નાઇટ કફર્યુ

નવી દિલ્હી તા. 6 : દેશમાં એક બાદ એક રાજય અને મહાનગરોમાં કોરોનાના સતત વધતા જતા કેસમાં હવે દિલ્હી પણ નાઇટ કફર્યુની લાઇનમાં આવી ગયુ છે અને આજથી તા. 30 એપ્રીલ સુધી દિલ્હીમાં રાત્રીના 10 થી સવારના પ સુધીનો નાઇટ કફર્યુ લાદી દેવામાં આવ્યો છે. રાજયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે સંક્રમણને ડામવા માટે અન્ય કોઇ વિકલ્પ હાલ મોજુદ નથી અને તેથી હાલ નાઇટ કફર્યુના અમલથી સંક્રમણને કાબુમાં લેવાનો પ્રયત્ન થશે. દિલ્હીમાં આ ઉપરાંત સરકારે અગાઉ સવારે 9 થી સાંજના 9 વચ્ચે વેકસીનેશન પ્રક્રીયાને અમલી બનાવી હતી. હવે વર્તમાન વેકસીનેશન સેન્ટરના ત્રીજા ભાગના સેન્ટરો 24 કલાક ખુલ્લા રહેશે તેવી જાહેરાતના કલાકોમાં જ નાઇટ કફર્યુ લાદી દેવામાં આવતા હવે આ સેન્ટરો ખુલ્લા રહેવા અંગે પ્રશ્ર્ન સર્જાયો છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે હજુ લોકડાઉનની કોઇ વિચારણા નથી. પરંતુ જે રીતે કોરોના સંક્રમણ વધી રહયુ છે તે જોતા હાલ નાઇટ કફર્યુનો અમલ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement