ભાજપ ફકત ચુંટણી જીતનારો જ નહીં, લોકોના દિલ જીતનારો પક્ષ છે : મોદી

06 April 2021 01:33 PM
India Politics
  • ભાજપ ફકત ચુંટણી જીતનારો જ નહીં, લોકોના દિલ જીતનારો પક્ષ છે : મોદી

ભાજપના સ્થાપના દિવસે દેશભરના કાર્યકર્તાઓને વડાપ્રધાનનું સંબોધન : રાષ્ટ્રીયહિતની સાથે પ્રાદેશિક હિતોને પણ મહત્વ આપવાનો ભાજપનો સંકલ્પ : પ્રાદેશિક પક્ષો સામે હાલ ચાલી રહેલી ભાજપની ટકકર સમયે જ સુચક વિધાન : કાર્યકર્તાઓ કોરોનાગ્રસ્તોની મદદે પહોંચી જાય : સતત પાંચ વર્ષ કામ કરનાર પક્ષ તરીકે ભાજપ સ્વીકાર્ય બન્યો છે

નવી દિલ્હી તા. 6
દેશમાં કેન્દ્ર સરકાર ઉપરાંત 18 થી વધુ રાજયમાં શાસન ચલાવી રહેલ ભારતીય જનતા પક્ષ ચુંટણી જીતવાનું મશીન નથી પરંતુ દિલ જીતવાવાળો પક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 41માં સ્થાપના દિવસે દેશભરમાં કાર્યકર્તાઓને વર્ચુઅલ સંબોધનમાં જણાવ્યુ હતુ કે આપણે સતામાં હોઇએ કે ન હોઇએ પાંચ વર્ષ સતત કામ કરનાર પક્ષ છીએ. દેશના આખરી વ્યકિત અને આખરી વિસ્તાર સુધી પહોંચવાનો આપણો મંત્ર છે. શ્રી મોદીએ કહયુ કે ભાજપ ફકત રાષ્ટ્રીય હીત જ નહીં પ્રાદેશીક હીતો માટે પણ પ્રતિબધ્ધ છે. વડાપ્રધાને વિપક્ષોની આકરી ટીકા કરતા કહયુ કે કયારેક સીએએના નામે તો કયારેક કૃષિ બીલના નામે વિરોધ થઇ રહયો છે કયારેક એવુ કહેવામાં આવે છે કે બંધારણને ખત્મ કરી દેવામાં આવશે તો કયારેક એવો આક્ષેપ થાય છે કે ખેડુતોની જમીન છીનવી લેવાશે. કયારેક પક્ષ ઉપર એવુ પણ દોષઆરોપ પણ થાય છે કે તે કોઇની નાગરીકતા પરત લઇ લેશે. પરંતુ આ લોકો પોતાના પરાજય પર પડદો નાંખવા માટે આ બધા વિધાનો કરે છે. શ્રી મોદીએ કહયુ કે આજે પણ આપણા માટે પક્ષ કરતા દેશ મોટો છે. સૌનો સાથ અને સૌનો વિકાસ એ આપણો મંત્ર છે. વંશવાદ અને પરીવારવાદ એ ભાજપ કદી ચાલવા દેશે નહીં અને સ્વીકારશે પણ નહીં. મોદીએ કાર્યકર્તાઓને જણાવ્યુ હતુ કે 40 વર્ષ પહેલા આપણે એ પ્રતિબધ્તા સાથે રાજકીય પક્ષમાં જોડાયા હતા અને આજે પણ તે પ્રતિબધ્તા છે. આપણે થાકવાનું નથી કે રોકાવવાનું પણ નથી. પક્ષના કાર્યકર્તાઓને કોરોનાની લડાઇમાં લોકોની મદદે પહોંચી જવા અપીલ કરી હતી.


Related News

Loading...
Advertisement