જીવલેણ હૂમલાના કેસમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સખ્ત કેદની સજા : મહિલા આરોપીનો નિર્દોષ છૂટકારો

06 April 2021 12:32 PM
Bhavnagar Crime
  • જીવલેણ હૂમલાના કેસમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સખ્ત કેદની સજા : મહિલા આરોપીનો નિર્દોષ છૂટકારો

બે વર્ષ પૂર્વે પાલીતાણાના યુવાન ઉપર પૈસાની લેતીદેતીના મામલે

ભાવનગર તા. 6 : બે વર્ષ પુર્વે પાલીતાણા ખાતે પૈસાની લેતીદેતી બાબતે એક યુવાન ઉપર એક મહિલા સહીત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી ત્રણ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જયારે અન્ય એક મહીલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.


આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી મહેબુબભાઇ ઉર્ફે અક્ષય મહંમદભાઇ મહેતર મુસ્લીમ ઘાંચી (ઉ.વ. 39 રહે. ઘેટી રીંગ રોડ પાલીતાણા) નામના યુવાને એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તા. ર7/ર/ર019 ના રોજ પોતાની ફ્રુટ લારી ભરીને મેઇન બજાર ભૈરવનાથ મંદિરની સામે પાલીતાણા ખાતે વેપાર કરતા હતા તે વેળાએ સાંજના સુમારે આ કામના આરોપીઓ (1) સદામ મહેબુબભાઇ ભટ્ટા (ઉ.વ. ર7 રહે. ખત્રીવાડ ખોજા મસ્જીદ પાછળ પાલીતાણા) (ર) ઇમ્તીયાજ કાળુભાઇ કાઝી (ઉ.વ. ર0 રહે. હાંથીયાધાર પાલીતાણા) (3) લતીફ જીભાઇ બેલીમ (ઉ.વ. ર8 રહે. હાથીયાધાર પાલીતાણા) (4) નઝમાબાનુ ઉર્ફે નસીમબેન મહેબુબભાઇ ભટ્ટા (ખત્રીવાડ પાલીતાણા) સહીતનાઓએ એક સંપ કરી ઘટના સ્થળે આવી ફરીયાદીને કહેલ કે સલીમભાઇ શમા એ આપેલા રૂપિયા આપી દે નહી તો જાનથી પતાવી દેવો છે તેમ કહીને ઉકત આરોપીઓએ લાકડી ધોકા પાઇપ અને તલવાર વડે ફરીયાદી ઉ5ર જીવલેણ હુમલો કર્યો હતો.

અને ઇજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને સૌ પ્રથમ માનસિંહજી હોસ્પીટલ પાલીતાણા ત્યારબાદ ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદની વી.એસ. હોસ્પીટલમાં ખસેડાયેલ ઉકત આરોપીઓએ એક સંપ કરી તિક્ષ્ણ હથીયારો વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરીયાદ મહેબુબભાઇ મહેતરે પાલીતાણા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 307, 3રપ, 3ર3, પ06 (ર), 34 જીપીએકટ 13પ સહીતનો ગુનો નોંધાયો હતો.


આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા 34 દસ્તાવેજી પુરાવા 48 વગેરે ધ્યાને લઇ આ કામના આરોપીઓ (1) સદામ મહેબુબભાઇ ભટ્ટા (ર) ઇમ્તીયાજ કાળુભાઇ કાઝી (3) લતીફ જીભાઇ બેલીમની સામે ઇપીકો કલમ 307 સાથે વાંચતા કલમ 34 મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા, પ્રત્યેક આરોપીઓને રૂ.10 હજારનો દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ ર0 દિવસની સજા, ઇપીકો કલમ 3રપ મુજબના ગુનામાં આરોપીઓને પ વર્ષની સજા રોકડા રૂ.પાંચ હજારનો દંડ, આરોપીઓ દંડ ન ભરે તો વધુ 1પ દિવસની સજા, ઇપીકો કલમ 3ર3 મુજબના ગુનામાં આરોપીઓને 6 માસની સજા અને રૂ.1 હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા, ઇપીકો કલમ પ06 (ર) મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને એક વર્ષની કેદની સજા અને રોકડા રૂ. એક હજારનો દંડ આરોપીઓ દંડ ન ભરે તો 7 દિવસની સજા અદાલતે ફટકારી હતી. જયારે અન્ય એક મહિલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.


Related News

Loading...
Advertisement