ભારતમાં સટ્ટાને કાયદેસર ન કરી શકાય, ફિક્સિગંનું દૂષણ વધશે: ખંડવાવાલા

06 April 2021 10:12 AM
Sports
  • ભારતમાં સટ્ટાને કાયદેસર ન કરી શકાય, ફિક્સિગંનું દૂષણ વધશે: ખંડવાવાલા

સરકારે સટ્ટાને માન્ય ન કરીને યોગ્ય નિર્ણય કર્યો છે

નવીદિલ્હી, તા.6

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયુ)ના નવા પ્રમુખ શબ્બીર ખંડવાવાલા નથી ઈચ્છતા કે ભારતમાં સટ્ટાને કાયદેસર કરવામાં આવે કેમ કે જો આવું કરાશે તો મેચ ફિક્સિગંને પ્રોત્સાહન મળશે અને તેમનું માનવું છે કે તેમની સામે સૌથી મોટો પડકાર નાની લીગથી શંકાસ્પદ ગતિવિધિઓને ખતમ કરવાનો છે. અમુક લોકોનું માનવું છે કે સટ્ટાબાજીને માન્ય કરવાથી સરકારને ભારે ભરખમ મહેસૂલ મળશે પરંતુ ખંડવાવાલા આ મુદ્દાને બીજી દૃષ્ટિએ જુએ છે.

ખંડવાવાલાએ કહ્યું કે સરકાર સટ્ટાબાજીને માન્ય કરે કે નહીં તે અલગ મામલો છે પરંતુ એક પોલીસ અધિકારી તરીકે મારું માનવું છે કે સટ્ટાબાજીથી મેચ ફિક્સિગંને પ્રોત્સાહન મળશે. સરકારે અત્યાર સુધી સટ્ટાને માન્ય ન કરીને યોગ્ય કર્યું છે. 70 વર્ષીય ખંડવાવાલાએ કહ્યું કે સટ્ટો મેચ ફિક્સિગંને પ્રોત્સાહન આપે છે એટલા માટે તેમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. અમે નિયમોને વધુ કડક બનાવવા માંગીએ છીએ. અમે આ દિશામાં સઘન કામ કરશું. એ ઘણી પ્રતિષ્ઠાથી વાત છે કે ક્રિકેટ મોટાભાગે ભ્રષ્ટાચારથી મુક્ત છે.


Related News

Loading...
Advertisement