નિરંતર ક્ષમાભાવમાં રહેવું તે સાધકની સમાધિ અવસ્થા જ છે

05 April 2021 11:46 AM
Dharmik
  • નિરંતર ક્ષમાભાવમાં રહેવું તે સાધકની સમાધિ અવસ્થા જ છે

ક્ષમાભાવ ઇશ્વરીય ગુણ છે, જો ઇશ્ર્વરની નજીક જવું છે તો ક્ષમા ભાવને સ્વીકારવો પડશે, ક્ષમાને અપનાવવા માટે સાચા અર્થોમાં શું છે, તેનું પણ સંજ્ઞાન થવું આવશ્યક છે, આ ગુણને જો સાચા અર્થોમાં ધારણ કરવામાં આવે ત્યારે સમાધિના માર્ગો ખુલી જાય છે

ક્ષમાભાવ ઇશ્વરીય ગુણ છે. જો ઇશ્વરની સમીપ જવું છે તો અંતર મનમાં ક્ષમાભાવ હોવો જરૂરી છે. નિરંતર ક્ષમાભાવમાં રહેવું તે સાધકની સમાધિ અવસ્થા જ છે.ચેતનાની આ સમાધિ અવસ્થાથી મનમાં તે બધા પ્રભાવ વિલય પામે છે, જે તમારા માટે નિરર્થક થઇ ચુકયા હોય છે. એક હદ સુધી આ બધાની સાથે હોય છે. પ્રથમવાર જયારે તમે ધ્યાન કર્યુ હતું ત્યારે તમે આમાંથી કેટલાક અતીતના પ્રભાવોને મિટાવી દીધા હતા.


તમે જેટલા ઉંડા જાઓ છો, તમે એટલા જ ખાલી થતા જાઓ છો અને તમે એક નવી વ્યકિતની જેમ મહેસુસ કરો છો. તેમ આ બાબતનો અનુભવ કર્યો હશે. ત્યારે તમને એવું આશ્ર્ચર્ય મહેસુસ નહિ થાય કે તમે તે જ વ્યકિત છો જે તે સમયે તેવી ઘટનાઓથી જોડાયેલા હતા. પંદર-વીસ વર્ષ પહેલા તમે જે કંઇપણ કર્યુ હતું હવે જયારે પાછળ ફરીને જુઓ છો ત્યારે તમે આશ્ર્ચર્ય વ્યકત કરો છો ‘શું હું તે વ્યકિત છું જેણે આમ કર્યુ હતું ? એવું લાગે છે કે કોઇએ આમ કર્યુ છે કેમ ?


કારણ કે સમાધિથી ઉત્પન્ન થયેલી તમારી ચેતનામાં આ સંસ્કાર અથવા જેને આપણે પ્રભાવ કહી શકીએ, અતીતની તે ચીજોને મીટાવી દીધી છે અને આપને એક નવી વ્યકિત બનાવે છે. આ શુદ્ધ જ્ઞાન છે જો કોઇ તમને અતીતમાં કોઇ કરાયેલા કાયથી જોડે છે તો એના પર માત્ર હસો, કારણ કે તમે તે વ્યકિત નથી. હવે તમે એને એવી રીતે જુઓ છો, જેમ કે કોઇ અન્યએ કરેલ હોય.ભગવાન બુદ્ધના જીવનમાં એક કથા છે. ભગવાન બુદ્ધ એક સભામાં બેઠા હતા. ત્યારે એક વ્યવસાયી સજજન તેમની પાસે ઉગ્ર જઇને આવ્યો તે સજજન એવું માનતા હતા કે બુદ્ધ કંઇક ખોટું કરી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમનું અનુસરણ કરવા માટે આકર્ષિત થઇ રહ્યા હતા. તે સમયે બધા ધ્યાન કરી રહ્યા હતા. ત્યાં બેઠેલા લોકો શાંત અને મૌનવ્રત લઇને બેઠા હતા.


તે વ્યવસાયી સજજને જોયું કે તેના બાળકો બુદ્ધની સાથે રોજ બેસીને પ્રતિદિન બે કલાક ધ્યાન કરે છે. આથી તેણે વિચાર્યુ કે પોતાના સંતાનો વ્યવસાયમાં જોડાય તો તે વધારે ધન કમાઇ શકે છે અને અધિક ધનવાન બની જાય. બુદ્ધની સમક્ષ બે કલાક વીતાવવા, આંખો બંધ કરીને બેસવું તેનાથી શું મળે ? આથી તે સજજન ઘણો પરેશાન હતો અને તેણે પોતાની જાતને કહ્યું ‘હું બુદ્ધને સબક શીખડાવું’.
સજજનને રોષ આવ્યો અને બુદ્ધ તરફ ગયો પણ જેવો તે નજીક આવ્યો ત્યાં તેના બધા વિચાર ગાયબ થઇ ગયા. પરંતુ ક્રોધ તો જીવંત હતો તે કાંપી રહ્યો હતો. તે બુદ્ધ તરફ થુંકયો. બુદ્ધ હસતા રહ્યા. પરંતુ અન્ય બધા શિષ્યો ક્રોધિત થઇ ગયા. તેઓ પ્રતિક્રિયા આપી શકતા નહોતા. કારણ કે બુદ્ધ ત્યાં હતા. દરેક શિષ્યોના ચહેરા પર ક્રોધ છવાયો હતો. શિષ્યો તેને પૂછવા માગતા હતા કે ‘તમારી હિંમત કઇ રીતે થઇ?’ પરંતુ બોલી ન શકયા.


તે માણસ પણ ત્યાં વધારે રહી શકતો નહોતો. તેણે વિચાર્યુ કે જો વધારે સમય રહીશ તો ફસાઇ જઇશ. આથી તે વ્યવસાયિક સજજન ત્યાંથી ભાગી ગયો.પરંતુ બુદ્ધે કોઇપણ જાતની પ્રતિક્રિયા ન આપી. ન કશું બોલ્યા બસ... માત્ર હસ્યા. તે માણસ આખી રાત સૂઇ ન શકયો. જીવનમાં પ્રથમવાર તે કોઇ એવી વ્યકિતને મળ્યો હતો. જેને મોઢા પર થૂંકયા પછી હસી રહ્યો હતો. જેમ તે કાંપી રહ્યો હતો. તેના પુરા શરીરમાં એક પરિવર્તન આવી ગયું. સમગ્ર દુનિયા અવળી લાગી રહી હતી. બીજે દિવસે તે ત્યાં આવ્યો અને બુદ્ધના ચરણોમાં ઝુકી ગયો અને કહ્યું. ‘કૃપા કરીને મને ક્ષમા આપો મને ખબર નથી કે મેં શું કર્યુ ?


બુદ્ધે કહ્યું : ‘હું આપને ક્ષમા પ્રદાન નહિ કરી શકુ.’
હવે શિષ્યો પણ નવાઇ પામ્યા. બુદ્ધ હંમેશા એટલા દયાળુ રહેતા કે તેઓ બધાને ક્ષમા કરી દેતા હવે તેઓ કહી રહ્યા છે કે તે ક્ષમા નહિ આપે.ત્યારે બુદ્ધને સમજાવવું પડયું કે તમે કશું કર્યુ નથી, તો પછી ક્ષમા કેમ આપું ? તમે શું ખોટું કર્યુ છે ?તે વ્યકિતએ કહ્યું : ‘ગઇકાલે હું તમારા મુખ પર થુંકયો હતો, હું તે જ વ્યકિત છું.’બુદ્ધે કહ્યું : ‘ઓહ, જેના પર તે આ કર્યું, તે હવે ત્યાં નથી. જો હું તે વ્યકિતને મળીશ ત્યારે હું તમને ક્ષમા આપવાનું કહીશ તે વ્યકિત માટે જે અહીં છે તમે તો કશું ખોટું કર્યુ નથી તમે ક્યારેય ખોટું કર્યું નથી.


પ્રથમ કોઇને અપરાધી બનાવી, પછી કહેવું કે ઠીક છે, હું તને ક્ષમા આપીશ. તે કરૂણા નથી. તમારી માફી એવી હોવી જોઇએ. કે જે વ્યકિતને માફ કરવામાં આવી રહ્યો છે. તેને ભૂલ માટે દોષી પણ મહેસુસ નહી કરાવવો જોઇએ. આ ક્ષમાનો સાચો પ્રકાર છે, જો તમે એને તેની ભૂલને મહેસુસ કરાવી રહ્યા છો તો એનો અર્થ છે તમે એને માફ કર્યો નથી. ભૂલ થવાની કે અપરાધની ભાવના જ દંડ છે. અપરાધી હોવાની ભાવના આપને માત્ર ખાઇ જતી નથી, પણ પાશમાં લઇ લે છે.જ્ઞાન તમને અપરાધી ભાવનાથી દૂર લઇ જાય છે અને એવી જગ્યાએ ઉભા રાખી દે છે. જયાંથી આપને દુનિયા જોવા મળતી નથી. નાના મગજોની આ બધી ગુંચવણવાળી આપને જોવા મળતી નથી. તે બધી તુચ્છ પ્રતીત થાય છે. આ જ સમાધિ છે. - શ્રી શ્રી રવિશંકરજી


Related News

Loading...
Advertisement