રાજકોટ, તા. 3
હિટવેવની સ્થિતિ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પણ ઠેર ઠેર 40 થી 41 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાતા લોકો આકરા તાપમાં શેકાયા હતા. દરમ્યાન હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ ગઇકાલે અમદાવાદ ખાતે 39.9 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જયારે કેશોદ ખાતે 40.1 ડિગ્રી, ભુજમાં 42.4 ડિગ્રી અને સુરેન્દ્રનગર ખાતે 41.5 ડિગ્રી તેમજ કંડલામાં 41.2 ડિગ્રી, અમરેલીમાં 40.પ ડિગ્રી અને ગાંધીનગર ખાતે 38.પ ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજયનું સૌથી ગરમ શહેર 4ર.4 ડિગ્રી સાથે ભૂજ રહેવા પામ્યું હતું. આકરા તાપનાં કારણે ભૂજવાસીઓ અકળાયા હતા. જયારે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં શહેરોમાં ગરમીમાં રાહત પામી હતી ગઇકાલે ભાવનગર ખાતે 36.1 ડીગ્રી, પોરબંદર ખાતે 37.9 ડિગ્રી, વેરાવળમાં 31.5 ડિગ્રી, દ્વારકામાં 30.7 ડિગ્રી અને ઓખા ખાતે 31.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. આમ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં એકંદરે ગરમીમાં રાહત પુરી હતી.