વડોદરામાં નવજાત ટવિન્સ કોરોના પોઝિટીવ જાહેર થયા

02 April 2021 05:30 PM
Vadodara
  • વડોદરામાં નવજાત ટવિન્સ કોરોના પોઝિટીવ જાહેર થયા

વડોદરા તા. 2 : કોરોના સંક્રમણ ગુજરાતમાં વધી રહયુ છે ત્યારે વડોદરામાં એક નવજાત ટવીન્સ (જોડીયા બાળક) પણ કોરોના પોઝીટીવ જાહેર થતા તબીબો ચીંતામાં મુકાઇ ગયા હતા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોસ્પીટલમાં 1પ દીવસ પુર્વે જન્મ લીધેલ બે બાળકોને થોડા દીવસ પછી તેમના માતા સાથે રજા આપવામાં આવી હતી પરંતુ બાદમાં ફરી તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. બંને બાળકો ઝાડા-ઉલ્ટીની બીમારીથી પીડાતા હતા. પ્રાથમીક રીતે કોઇ પાણીજન્ય ઇન્ફેકશન હોવાનું મનાયુ હતુ. પરંતુ બાદમાં તેમનો ટેસ્ટ કરાતા બંને કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. આ બાળકોના માતા-પિતા પણ કોરોના પોઝીટીવ બન્યા હતા. આમ માતા-પિતાનું સંક્રમણ નવજાત બાળકોને લાગ્યુ હોવાનું માનવામાં આવે છે અને તમામ 4 ની સારવાર કરવામાં આવી છે. બાળકોને પ્રથમ તબકકે સામાન્ય લક્ષણ જણાતા હતા.


Loading...
Advertisement