દેશમાં દર વર્ષે 12 હજાર બાળકો ઓટિઝમનો શિકાર

02 April 2021 11:46 AM
Health World
  • દેશમાં દર વર્ષે 12 હજાર બાળકો ઓટિઝમનો શિકાર

આજે વિશ્વ ઓટિઝમ ડે:ઓટિઝમ એક માનસિક બિમારી, જેનાથી બાળક કે વ્યકિત સમાજથી પરિવારથી દુર થઈ જાય છે: ઓટિઝમની સમયસર સારવાર જરૂરી

નવી દિલ્હી તા.2
આજે વિશ્વ ઓટીઝન દિવસ છે. ભારત સહીત પુરી દુનિયામાં ઓટીઝમથી પીડિત બાળકો અને વયસ્કોની સંખ્યા ઘણી મોટી છે. 2017 માં ભારતમાં 10 લાખ લોકો ઓટીઝમથી અસરગ્રસ્ત હતા.દેશમાં હાલ લગભગ સવા બે લાખ લોકો ઓટિઝમથી પીડિત છે અને દર વર્ષે લગભગ 12 હજાર બાળકો આ બિમારીના લીસ્ટમાં સામેલ થાય છે. દેશમાં દર 68 માંથી એક બાળક આ બીમારીથી ગ્રસ્તિ છે આખી દુનિયામાં દર 10 હજાર, 20 વ્યકિત આનાથી અસર ગ્રસ્ત થાય છે. ઓટીઝમનાં કેસ માટે આનુવંશીકા કારણ જવાબદાર હોય છે પણ 80 ટકા ઓટીઝમના કેસમાં પર્યાવરણ વંશાનુગત કારણ જવાબદાર હોય છે. સંયુકત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2007 માં 2 એપ્રિલને વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.


અમેરીકામાં વધી રહ્યા છે કેસ:
જોન હોપક્ધિસ બ્લુમબર્ગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોએ રોગ નિયંત્રણ અને રોકથામ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ રોગ દેશમાં ઝડપથી વધી રહ્યો છે.વર્ષ 2016 માં 8 વર્ષની વયના બાળકોમાં 54 માંથી એક બાળક ઓટિઝમથી ગ્રસીત જોવા મળ્યો હતો આ રોગ બે વર્ષની તુલનામાં 10 ટકા વધી ગયો છે.અગાઉ આ પ્રમાણ 59:1 હ્તું. છોકરીઓની તુલનામાં છોકરા આ રોગથી વધુ પીડિત હોય છે.

ઓટીઝમ શું છે?
વિશેષજ્ઞોનાં અનુસાર ઓટીઝમ એક માનસીક રોગ છે.બાળકો આ રોગના વધુ શિકાર બને છે. એકવાર ઓટીઝમની ઝપટમાં આવ્યા બાદ બાળકોનું માનસિક સંતુલન સંકુચિત થઈ જાય છે. આ કારણે બાળક પરિવાર અને સમાજથી દુર થવા લાગે છે.

લક્ષણ:
12 થી 13 મહિનાના બાળકમાં ઓટીઝમનાં લક્ષણો જોવા મળે છે. આ વિકૃતિથી બાળક કે વ્યકિત નજર મેળવવાથી દુર ભાગે છે કોઈ બીજાની વાત ન સાંભળવા માટે બહાનું કરે છે.આ બાળક માતા-પિતાની વાત સાથે સહમતી નથી દર્શાવતો.

સારવાર/ઈલાજ:
આનો કોઈ સ્પષ્ટ ઈલાજ નથી. ડોકટર બાળકની સ્થિતિ અને લક્ષણ જોઈને નકકી કરે છે કે શું સારવાર કરવી. ઈલાજમાં બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, ઓકયુપેશનલ થેરાપી વગેરે કરાવાય છે. જેથી બાળકોને તેમની ભાષામાં સમજી શકાય. આથી બાળકો ઘણી હદ સુધી સુધરી જાય છે. અજબ હરકતો કરવાનું ઓછુ કરી નાખે છે.

સાવધાનીઓ:
આપ આપના બાળકની પ્રવૃતિમાં ફેરફાર લાવવાની કોશીશ કરે તેનાં ખાનપાન, રહેણીકરણી અને જીબી શૈલી પર વધુ દ્ધ્યાન દો. બાળકોને સંકુચીત ન થવા દો.તેને રોજ નવા નવા લોકોનો પરિચય કરાવો. કાઉન્સેલીંગથી બાળકની તબિયતમાં સુધારો જોવા મળી શકે છે.

ઓટીઝમ થવાનું કારણ:
ખરેખર તો આ રોગ શા માટે થાય છે તેનાં બારામાં હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. આ રોગ મગજનાં કેટલાંક ભાગોમાં થઈ રહેલી સમસ્યાના કારણે થાય છે.છોકરીઓની તુલનામાં છોકરાઓમાં ઓટીઝમનો ખતરો ચાર ગણો વધુ હોય છે. ઘણીવાર તે જિનેટીક હોય છે.

ઓટીઝમની કેવી રીતે જાણકારી મેળવશો?:
એક બાળરોજ વિશેષજ્ઞ મનોવૈજ્ઞાનિક કે વિશેષજ્ઞ દળ વ્યકિતનું અવલોકન કરે છે અને તેના માતા-પિતા સાથે અને કયારેક પીડિતના શિક્ષકો સાથે પણ વાતચીત કરે છે તે લોકો બાળકોને કંઈક કરવા માટે પણ કહી શકે છે.જેથી તે જોઈ શકે કે તે કેવી રીતે શીખે છે. વ્યાવસાયિક વિશેષજ્ઞ કેટલાક સાધનો, નિર્ધારણો દ્વારા બાળકોનું કેટલાંક માપદંડોના અનુરૂપ હોવાની તપાસ કરે છે. તેઓ ઓટીઝમ સ્પેકટ્રમ ડિસ ઓર્ડરની ઓળખ કરી શકે છે.


Related News

Loading...
Advertisement