બોટાદમાં શિક્ષકસંઘની બેઠક મળી

02 April 2021 11:29 AM
Botad
  • બોટાદમાં શિક્ષકસંઘની બેઠક મળી

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ બોટાદ જીલ્લા કારોબારીની બેઠક નાલંદા ક્ધયા વિધાલયમાં મળી હતી જેમાં પ્રાર્થના, પરીચય બાદ તાલુકાના અધ્યક્ષ દ્વારા વાર્ષિક વૃત રજુ કરવામાં આવેલ સાથે આગામી આયોજન જણાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મંત્રી કિરણભાઇ દ્વારા નાણાકીય હીસાબ અને ઠરાવનું વાંચન કરવામાં આવ્યુ હતુ. અધ્યક્ષ જે.આર. સાબવા દ્વારા દરેક તાલુકાના વાલીની જવાબદારી સોંપવામાં આવી સાથે આગામી રચનાત્મક કાર્યો, શૈક્ષિક મંથન, દતક બાળકો વિશે ચર્ચા કરવામાં આવી તેની અમલવારીનું આયોજનની જવાબદારી નકકી કરવામાં આવી હતી. જેને સૌ સદસ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી.


Loading...
Advertisement