વડોદરામાં 8 નવજાત બાળકો કોરોના સંક્રમીત: આરોગ્ય વિભાગ દોડતુ થયું

01 April 2021 03:46 PM
Vadodara
  • વડોદરામાં 8 નવજાત બાળકો કોરોના સંક્રમીત: આરોગ્ય વિભાગ દોડતુ થયું

વડોદરા તા.1
વડોદરામાં આઠ નવજાત બાળકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. બાળકોના રીપોર્ટ પોઝીટીવ આવતા એસએસજી હોસ્પીટલમાં બાળકો માટે અલગ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. રાજયમાં વધતા કોરોના કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલમાં આઠ નવજાત બાળકો કોરોના સંક્રમત બનતા ફફડાટ ફેલાયો છે. સમાચાર મળતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. બાળકો માટે ખાસ આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ખાનગી હોસ્પીટલમાં પણ બાળકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.


નવજાત બાળકોને કોરોના જતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે. એસ.એસ.જી. હોસ્પીટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનામાં લોકો માટે જે દવા ઉપયોગ થાય છે તે નાના બાળકોમાં ઉપયોગ નથી કરી શકાતી. મળતી માહિતી મુજબ એસએસજી પીડીયાટ્રીક વિભાગમાં આઠ બાળકો કોરોના સંક્રમીત થયા છે. જેમાંથી પાંચ બાળકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા અને અન્ય ત્રણ બાળકોની હોસ્પટલમાં સારવાર લઈ રહ્યા છે. ડો. શિલા ઐયરના જણાવ્યા અનુસાર આ વખતના કોરોના સ્ટ્રેનમાં સંક્રમણમાં બાળકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવી રહ્યા છે. માતા-પિતા કોરોના પોઝીટીવ હોય તેવા બાળકો પોઝીટીવ આવી રહ્યા છે. તેમના માટે ખાસ આઈસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.


Loading...
Advertisement