કાલથી મોબાઈલ ફોન, ચાર્જર, એડોપ્ટર, બેટરી સહિતનું મોંઘું થશે

31 March 2021 10:30 AM
India Technology
  • કાલથી મોબાઈલ ફોન, ચાર્જર, એડોપ્ટર, બેટરી સહિતનું મોંઘું થશે

ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ઉપર ઈમ્પોટ ડયુટીમાં કાલથી થશે 2.5 ટકાનો વધારો

નવીદિલ્હી, તા.31

આવતીકાલથી દેશમાં અનેક વસ્તુઓ એવી છે જે મોંઘી થવા જઈ રહી છે. કાલથી ગાડીઓથી લઈને મોબાઈલ સુધીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સ્માર્ટફોન ઉપરાંત તેની એક્સેસરીઝની કિંમતમાં પણ વધારો તોળાઈ રહ્યો છે. આ વર્ષે બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગેની જાહેરાત કરી હતી.

નાણામંત્રીએ બેજટ દરમિયાન જાહેરાત કરી હતી કે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ઉપર 2.5 ટકા ઈમ્પોર્ટ ડયુટી વધશે જેમાં મોબાઈલ ચાર્જર, મોબાઈલના પાર્ટસ, એડોપ્ટર, બેટરી અને હેડફોન સહિતના સામેલ છે. ઈમ્પોર્ટ ડયુટી અત્યારે 7.5 ટકા છે પરંતુ એક એપ્રિલથી તે 10 ટકા સુધી થઈ જશે. ઈમ્પોર્ટ ડયુટી વધ્યા બાદ સ્માર્ટફોન ઉપરાંત બીજા ગેજેટસ માટે તમારે ખીસ્સું વધુ હળવું કરવું પડશે.

એક એપ્રિલથી ઈમ્પોર્ટ ડયુટી વધ્યા બાદ સૌથી વધુ અસર પ્રીમિયમ સ્માર્ટફોન ઉપર પડશે. સસ્તા અને બજેટ રેન્જ મોબાઈલની કિંમતમાં બહુ વધારો જોવા નહીં મળે પરંતુ હાઈ રેન્જના ફોનમાં વધારાની અસર અવશ્ય દેખાશે.


Related News

Loading...
Advertisement