મોબાઇલને આ કોઈ પણ રીતે ચાર્જ કરો છો? ધ્યાન રહે, તે બની શકે છે નુકશાનકારક

30 March 2021 11:18 AM
India Technology
  • મોબાઇલને આ કોઈ પણ રીતે ચાર્જ કરો છો? ધ્યાન રહે, તે બની શકે છે નુકશાનકારક
  • મોબાઇલને આ કોઈ પણ રીતે ચાર્જ કરો છો? ધ્યાન રહે, તે બની શકે છે નુકશાનકારક

* આખો દિવસ ફોન યુઝ થયા બાદ આખી રાત ફોન ચાર્જ ન કરાય * ચાર્જ કરતી વખતે વાત ન કરવી * પલંગ ઉપર ફોન રાખીને ચાર્જ ન કરવો * 100 % ચાર્જ થયા બાદ પણ ફોન ચાર્જ થતો રહે તો બેટરી ખરાબ થઈ શકે છે

નવી દિલ્હી તા.30
મોબાઈલ ફોન આજે આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. ફોનને ચાર્જિગની જરૂર હોય છે પરંતુ આખો દિવસ ફોન વાપરવામાં વ્યસ્ત રહેવાથી રાત્રિના સમયે ફોન ચાર્જમાં મુકિયે છે અને ફોન 100% ચાર્જ કરીએ છે જે નુકસાન કારક છે. આજે અમે તમને મોબાઈલમનાં ચાર્જિગ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશું જે તમારા મોબાઈલમાં નુકસાન થતા બચાવશે.


100 ટકા મોબાઈલ ચાર્જ થયા બાદ લાંબા સમય સુધી ફોન ચાર્જ જ થતો રહે તે નુકશાનકારક :
મોબાઈલને 100% ચાર્જ કરવાથી મોબાઈલને બેટરીને નુકસાન થાય છે. મોબાઈલની બેટરી લીથિયમ આયનથી બનેલી હોય છે. લીથિયમની બેટરી એ સમયે ખૂબ કામ કરે છે જ્યારે તેનું ચાર્જિગ 30થી 50 ટકા હોય છે. જો તમે હંમેશા તેને 100% ચાર્જ લાંબા સમય સુધી કરશો તો તમારી બેટરી ખરાબ થઈ શકે છે.


આખી રાત ચાર્જ ના કરો તમારો મોબાઈલ :
રાત્રે મોબાઈલ ફોન ચાર્જીગમાં લગાવીને સુઈ જવાથી ફોન 100% ચાર્જ થઈ જાય છે આમ થવાથીફોનની બેટરી ઝડપથી ખરાબ થઈ જાય છે. આખી રાત ફોન ચાર્જ થવાથી ખરાબ ગુણવત્તાવાળી બેટરી ફાટી જવાની પણ પુરી શક્યતા રહેલી છે


ફોન પલંગ પર રાખીને ચાર્જ ન કરો :
મોબાઈલ ફોનને પલંગ પર મુકીને પણ ચાર્જ ના કરવો જોઈએ તેનું કારણ છે કે ચાર્જિગ દરમિયાન ફોન ગરમ થઈ જાય છે જો તેને પલંગ પર મુકીને ચાર્જ કરવામાં આવે તો આનાથી આગ લાગવાની સંભાવના છે. ચાર્જરની પીન ખરાબ હોય અને એમાં થોડો સ્પાર્ક થાય તો આગ લાગવાની ઘટના બની શકે છે જેના કારણે પલંગ પર ફોન મુકીને ફોન ચાર્જ કરવો તો હિતાવહ નથી.


ચાર્જ કરવા માટે ફોનની બેટરીને 30%થી ઓછી ડિસ્ચાર્જ ના થવા દો :
ફોનની બેટરી સંપૂર્ણ પણે પૂર્ણ થઈ જાય ત્યાર પછી ચાર્જિગ કરવું પણ સાચુ નથી. જ્યારે તમારા ફોનની બેટરી 30 ટકાથી નીચે હોય ત્યારે ફોન ચાર્જિગમાં મુકીદેવો જોઈએ.


ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ના કરો :
દર વખતે લોકો મોબાઈલ ફોનને ચાર્જિગમાં મુકીને ફોન વાપરતા હોય છે પરંતુ આ ટેવ ખોટી છે. ખરેખર ચાર્જિગ દરમિયાન ફોનને વાપરવો ન જોઈએ. જો તમે ફોનનો ઉપયોગ કરતા રહેશો તો મોબાઈ ચાર્જિગમાં સમય લેશે જે ફોનની બેટરી માટે નુકસાનકારક હોય છે. ઘણી વખત ફોન ગરમ પણ થઈ જવાની ફરિયાદ જોવા મળી છે અને તેથી ફોન બ્લાસ્ટ પણ થયા હોય તો તેના કારણે ગંભીર ઇજા પહોંચી છે.


કંપની સિવાયના ચાર્જર નો ઉપયોગ ન કરવો જોઈએ :
ડુપ્લીકેટ ચાર્જર અથવા કંપનીના બોક્સમાં આવેલ ચાર્જર સિવાયના માર્કેટમાં મળતા કોઈ પણ ચાર્જર થી ફોન ચાર્જ કરવાથી બેટરી લાઇફ પર અસર પડે છે.


પબ્લિક પ્લેસ પર ચાર્જર ઉપયોગ કરવામાં ધ્યાન રાખશો :
કોઈ પણ પબલિક પ્લેસ પર ચાર્જર સ્ટેન્ડ હોય છે અને તેમાં અનેક લોકો પોતાનો ફોન ચાર્જ કરતા હોય છે.પરંતુ ક્યારેક તે ફોન હેક કરવા માટે હેક્ર માટે આસાન રસ્તો બને છે. ચાર્જર ની પિન દ્વારા તે તમારા ફોનમાં એન્ટ્રી લે છે અને તમારી તમામ માહિતી તેની પાસે ઇન્ટરનેટ મારફત પહોંચી શકે છે.


Related News

Loading...
Advertisement