દુનિયામાં અનેક દેશોમાં ટવીટર ડાઉન: અમેરિકાને વધુ અસર

30 March 2021 11:09 AM
Technology Top News World
  • દુનિયામાં અનેક દેશોમાં ટવીટર ડાઉન: અમેરિકાને વધુ અસર

વેબસાઈટની જેમ હવે એપમાં પણ સમસ્યા આવી

નવી દિલ્હી તા.30
સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર ખાસ જગ્યા જમાવનાર માઈક્રો બ્લોગીંગ વેબસાઈટ ટવીટર સોમવારે દુનિયાભરનાં અનેક દેશોમાં ડાઉન રહી હતી. તેની અસર વેબસાઈટની સાથે ટવીટરનાં એન્ડ્રોઈડ અને આઈફોનનાં એપ્સ પર પણ જોવા મળી હતી.ડાઉન ડિટેકટરનાં અનુસાર ટવીટર સવારે 10-30 કલાકે (અમેરીકી સમય અનુસાર) ક્રેશ થઈ હતી. જેની અસર અમેરિકા, બ્રિટન અને ચીનની સાથે દુનિયાનાં અનેક ભાગોમાં જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે ગત બે સપ્તાહમાં ફેસબુક અને ઈન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ અને મેસેજીંગ એપ્સ વોટસએપ પણ ક્રેશ થઈ ચૂકયા છે. જોકે, અમેરિકાવાસીઓ માટે આજે ટવીટર ક્રેશ થઈ જવાથીઘણી મુશ્કેલીઓ પેદા થઈ હતી.અમેરિકામાં બોસ્ટન, ન્યુયોર્ક, વોશીંગ્ટન, એટલાંટા પર તેની વધુ અસર જોવા મળી હતી.


Related News

Loading...
Advertisement