બોટાદ, તા. 30
ગુજરાત રાજય પશુપાલન ખાતા દ્વારા દૂધ ઉત્પાદન હરીફાઇ યોજવામાં આવી હતી જેમાં બોટાદ તાલુકાના પાળીયાદ ગામે આવેલ પ.પૂ. શ્રી વિસામણબાપુની જગ્યાની બણકલ ગૌશાળાની ગીર ગાય વર્ગમાં દૈનિક (24 કલાકમાં) 26.90 કિલો દૂધ ઉત્પાદન કરી રાજયકક્ષાએ તૃતિય કક્ષા સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વિસામણબાપુની જગ્યા પાળીયાદમાં ગૌસેવા એ પ્રભુ સેવા જે વર્ષોથી ચાલતી આવે છે. પ.પૂ. શ્રી વિસામણબાપુથી લઇ પ.પૂ. શ્રી નિર્મળાબા સુધી ગાયોનું સારી રીતે સંવર્ધન થતું આવ્યું છે. પણ જે અત્યારના આધુનિક સમય માટે ટેકનોલોજી સાથે સંવર્ધન કરવામાં આવે છે અને હવે આ સમયમાં પ.પૂ. શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદની બણકલ ગૌશાળા અત્યાર સમગ્ર ગુજરાત રાજયમાં નહીં પણ ભારત દેશમાં આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. અને દેશભરમાંથી લોકો ગૌશાળાનું પ્લાનીંગ, વ્યવસ્થાપન, ગૌશાળાની સ્વચ્છતા જોવા આવે છે.જેમાં જગ્યાના વ્યવસ્થાપક શ્રી ભયલુબાપુની ખુબ જ મહેનત છે જેમને ખુદ ગાયો પ્રત્યે પ્રેમ લાગણી રૂચિ છે જેથી તે ગાયોનું સંવર્ધન ખુબ જ સારી રીતે થાય છે પાળીયાદની બણકલ ગાયોની વિશિષ્ટતાએ છે કે પ.પૂ. શ્રી વિસામણબાપુ પાસે બણકલ નામની એક ગાય હતી જેનું સંવર્ધન થતા અત્યારે 650 ગાયો છે.