પ્રહલાદ એ બ્રહ્મનું પ્રતિક : હોલિકા કુમતિનું પ્રતિક

27 March 2021 05:19 PM
Dharmik
  • પ્રહલાદ એ બ્રહ્મનું પ્રતિક : હોલિકા કુમતિનું પ્રતિક

હિરણ્ય એટલે બ્રહ્મ ઉત્પન્ન કરનાર યાને પ્રકાર એનો રીપુ યાને દુશ્મન એટલે અંધકાર અને હિરણ્યકશિપુ એટલે અંધકાર રૂપી અહંકાર.પ્રહલાદ એટલે ‘પ્ર’ એટલે વિશેષ અને ‘હલ્લાદ’ એટલે આનંદ, વિશેષ આનંદ, પરમાત્માનંદ ત્યારે જ પ્રાપ્ત થાય જયારે સત ચિત આનંદ યાને સચ્ચિદાનંદરૂપી બ્રહ્મની પ્રાપ્તિ થાય. અત: પ્રહલાદ એ બ્રહ્મનું પ્રતિક છે, આથી જ સહેજે સમજાય કે જયાં પ્રકાશ હોય ત્યાં અંધકારનો નાશ થાય. આથી જ પ્રહલ્લાદના કારણે જ અહંકાર અને અંધકારરૂપી હિરણ્યકશિપુનો નાશ થયો.


પહાડ એ અંધકાર, અહંમ, મોહનું પ્રતિક છે. પ્રહલ્લાદજીને પહાડ ઉપરથી નીચે પાડવા છતાં કશું થતું નથી, જયાં સત્ય, જ્ઞાન છે ત્યાં સ્થૂળ ધન, દોલત, માલ, મતાનો મદ, મોહ ટકતો નથી. જેથી એને કશુ થતું નથી. સૂક્ષ્મ સતાનો સ્પર્શ કરનારને સ્થૂળ સતાનો કશો મોહ રહેતો નથી.પ્રહલ્લાદને મારવા હાથીનો પ્રયોગ કરાય છે. હાથી નીચે ચગદી નાખવાનો અર્થ છે હાથીરૂપી કાળા અને ભારે બંધનમાં બાંધવું, મોહમાયામાં નાંખવું, જ્ઞાન મુકત વ્યોમી છે. એને કોઇ બંધન, સીમાડા ન હતા નથી આથી હાથી રૂપી મહાબંધન પણ એને કશું કરી શકતું નથી.હોલીકાનો અર્થ છે. કુમતિ અહંકાર અને અંધકારની સગી બહેન કુમતિ છે. આગએ સત્યનું પ્રતિક છે.


જયારે જ્ઞાન અને અજ્ઞાન સત્ય સમક્ષ પ્રગટ થાય ત્યારે આપોઆપ અજ્ઞાન નષ્ટ થાય. અજ્ઞાનને ભ્રામક ભ્રમ હોય છે કે તે કદી મરવાનો નથી. (હોલીકાને અગ્નિમાં નહીં બળવાનું વરદાન) તેને કોઇ મારી (બાળી) શકવાનું નથી. પરંતુ સત્ય જ્ઞાનરૂપી પ્રકાશ થતાં સત્ય બહાર આવતા, અજ્ઞાન આપોઆપ ખત્મ થઇ જાય છે યાને ભળી જાય છે. આટ આટલી પ્રતિતી અને અનુભૂતિ થવા છતાં અંધકાર પોતાના અહંકારથી બહાર નથી નીકળતો. આટલું જોયા પછી પણ હિરણ્યકશિપુ પોતાની શૈતાની હરકતોથી બહાર ન આવ્યો પ્રહલ્લાદને થાંભલે બાંધી ખુદ એનો વધ કરવા ગયો, અંધકારને ખુદને જયારે બંધનનો અહેસાસ થાય ત્યારે સ્વયંમ જ્ઞાન પ્રગટે. થાંભલામાંથી ભગવાન નૃસિંહની ઉત્પતિ મતલબ બંધનથી જ્ઞાન યાને મુકિતની પ્રાપ્તિ અને અજ્ઞાન અંધકારનો વિનાશ હર આપત્તિ, વિપત્તિમાં જ્ઞાન, પ્રકાશ, બ્રહ્મ અવિચળ રહે છે. ઉપર કહ્યું તેમ પ્રહલ્લાદ એ જ્ઞાન, પ્રકાશ, બ્રહ્મનું પ્રતિક છે. જેથી તેને કોઇ કશું કંઇ નથી કરી શકતું. તે અવિચળ છે.


Related News

Loading...
Advertisement